Fri,19 April 2024,6:29 am
Print
header

તમારો સ્વભાવ કેવો છે, જાણો જન્મના મહિના પરથી વ્યક્તિના સ્વભાવ વિશે

જાતકના જન્મના મહિનાનો પ્રભાવ તેના વ્યક્તિત્વ પર પણ પડે છે. જન્મના મહિના પરથી વ્યક્તિની અનેક વાતો વિશે જાણી શકાય છે. આજે તમે પણ જાણી લો કે કયા માસમાં જન્મેલા જાતકો કેવા સ્વભાવના અને કેવા વ્યક્તિત્વવાળા હોય છે.

જાન્યુઆરી

આ માસમાં જન્મેલા લોકો સુંદર હોય છે. તેમને ફેશનમાં ખાસ રૂચિ હોય છે, તેઓ કપડાંના પણ શોખીન હોય છે. આવા લોકો કોઈ વસ્તુથી ઝડપથી કંટાળી જાય છે. તેઓ ઉર્જાથી ભરપૂર હોય છે, પરંતુ તેઓના મનમાં શું ચાલે છે તે અન્ય કોઈને જણાવતાં નથી. આ માસમાં જન્મેલા લોકો લાગણીશીલ હોય છે તેથી તેમને કોઈ દુ:ખમાંથી બહાર આવતાં વધારે સમય લાગે છે.

ફેબ્રુઆરી

આ લોકોના વિચારોને સમજવા મુશ્કેલ હોય છે. તેઓ હોંશિયાર અને બુદ્ધિશાળી હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે અને તેઓની સમજ શક્તિ અદ્ભુત હોય છે.આ માસમાં જન્મેલા લોકો ખુશીના સમયે ખૂબ ખુશ થાય છે જ્યારે દુ:ખથી આહત પણ વધારે થાય છે.

માર્ચ

આ જાતકોનું વ્યક્તિત્વ સુંદર અને આકર્ષક હોય છે. આ લોકો શરમાળ સ્વભાવના હોય છે તેથી અન્ય સાથે ઝડપથી ભળી શકતાં નથી. આ લોકો દયાળુ અને સાચું બોલનારા હોય છે. પરંતુ તેઓ વિશ્વાસને પાત્ર હોતા નથી. તેઓ શાંતિપ્રિય અને અન્યની સમસ્યાને સમજનારા હોય છે. તેઓ હરવા-ફરવાના શોખીન હોય છે.

એપ્રિલ

એપ્રિલ માસમાં જન્મેલા લોકો ઉર્જાવાન હોય છે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધે છે. પ્રેમ સંબંધમાં પણ લોકો ઈમાનદાર હોય છે. આ કારણે જ તેમનું દાંપત્યજીવન સુખથી ભરપૂર હોય છે. આ માસમાં જન્મેલી યુવતિઓ ઝીંદાદીલ, હસમુખી હોય છે જો કે તેમનો સ્વભાવ જીદ્દી હોય છે.

મે

મે માસમાં જન્મેલા યુવકો પ્રેમની બાબતમાં ખુલ્લા સ્વભાવના હોય છે. તેમનાથી વિપરીત યુવતિઓ શરમાળ સ્વભવાની હોય છે. આ જાતકો અન્ય લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનવા સતત પ્રયત્ન કરે છે. આ જાતકોનું પણ દાંપત્યજીવન સુખમય રહે છે. તેઓ શારીરિક સંબંધો બાબતે ઉત્સાહી હોય છે.

જૂન

જૂન માસમાં જન્મેલા જાતક ક્રોધી સ્વભાવના હોય છે. આ માસમાં જન્મેલા સ્ત્રી-પુરૂષોમાં કામ ભાવ ભરપૂર હોય છે. તેઓ પ્રેમાળ સ્વભાવના હોય છે, જો કે આ માસમાં જન્મેલી યુવતિઓ વધારે મિલનસાર અને ચતુર હોય છે. જો કે તેઓ ઝડપથી મિત્રતા તોડી પણ દે છે. તેઓ અન્ય પર ઝડપથી ભરોસો કરતાં નથી.

જુલાઈ

આ માસમાં જન્મેલા લોકો ભાવુક અને ઈમાનદાર સ્વભાવના હોય છે. આ જાતકો પોતાના જીવનસાથીની લાગણીને સારી રીતે ન્યાય આપે છે.આ માસમાં જન્મેલી યુવતિઓ પરીવારની માન-મર્યાદાનો મલાજો જાળવે છે. તેમનું દાંપત્યજીવન સુખથી ભરપૂર હોય છે.

ઓગસ્ટ

આ મહીનામાં જે લોકોનો જન્મ થયો હોય છે તેઓ ઉદાર અને ભાવુક સ્વભાવના હોય છે. તેઓ પોતાની જાત પર નિયંત્રણ રાખી શકતાં નથી. આ જાતકોમાં બદલો લેવાની ભાવના પણ વધારે હોય છે. આ લોકો માટે અન્ય સાથે હળીમળીને રહેવું ખૂબ જ સરળ હોય છે. આ જાતકોને સંગીતમાં ખાસ રસ હોય છે.

સપ્ટેમ્બર

આ જાતકોના તેમના સાથી સાથે સંબંધ ભાવુક હોય છે. જીવનસાથીના સુખ-દુ:ખના ધ્યાન રાખે છે. તેમની સમજણ શક્તિ સારી હોય છે. આ જાતકો સંઘર્ષ કરવામાં પીછેહટ નથી કરતાં. તેમના પારીવારિક જીવનમાં ઉતાર-ચઢાવ સતત આવ્યા કરે છે.જો કે તેમની ઉર્જામાં ક્યારેય ઘટાડો આવતો નથી.

ઓક્ટોબર

આ જાતકોને વાતચીત કરવી ખૂબ પ્રિય હોય છે. જે લોકો તેમને પ્રિય હોય છે તેમના પ્રત્યે તેઓ ઈમાનદાર હોય છે. તેઓ આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે. તેમને ખૂબ ઝડપથી ગુસ્સો આવી જાય છે.તેઓ બહાદૂર હોય છે પરંતુ પ્રિયજનના અણધાર્યા વર્તનથી આહત થઈ જાય છે. તેમના વિચાર વ્યાપક હોય છે.

નવેમ્બર

આ માસમાં જન્મેલા લોકો ઈમાનદાર હોય છે સાથે જ હાથમાં લીધેલા કામને પૂર્ણ કરવામાં માને છે. તેઓની સેક્સ અપીલ તેમનું હથિયાર હોય છે, તેઓ અન્યને સરળતાથી પોતાની તરફ આકર્ષી લે છે. નવા લોકોને મળવું અને મિત્રો બનાવવા તેમને પસંદ હોય છે.

ડીસેમ્બર

આ માસમાં જન્મેલા લોકો આળસુ પ્રકૃતિના હોય છે. તેઓ અન્ય સાથે તાલમેલ બનાવીને ચાલી નથી શકતાં. આ જાતકો આંખની સમસ્યાથી પીડિત હોય શકે છે. તેઓ મોટાભાગના કામો માટે અન્ય પર આધાર રાખે છે. આ લોકો ભાગ્ય પર પણ વધારે પડતો ભરોસો રાખે છે. તેઓ સુંદર પણ હોય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar