નડિયાદઃ મહાઠગ કિરણ પટેલને લઈ મોટા સમાચાર છે. સરકારના પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદને આધારે મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમે નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરી લીધી છે. અગાઉ માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ અનેે તેની પત્ની વિરુદ્ધ ગુજરાતમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધતા જ ઠગ માલિની ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવતા માલિની ફરાર થઈ ગઈ હતી. જેમનો કરોડો રૂપિયાનો બંગલો આ દંપત્તિએ પડાવી લીધો હતો.
કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ છે. 2018માં કિરણ પટેલે વડોદરામાં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો લગાવ્યો હતો.કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
ઢોંગી ભૂવાજી નીકળ્યો હત્યારો, 1 વર્ષ પહેલા ગર્લફ્રેન્ડની આવી રીતે કરી હતી હત્યા | 2023-05-27 21:57:41
ભાવનગર ડમીકાંડમાં એક સગીર સહિત વધુ ત્રણ પકડાયા, અત્યાર સુધી 50 સામે કેસ- Gujarat Post | 2023-05-25 14:26:43
પાટીદાર સમાજનું ગૌરવ, નરસિંહપુરના મીત પટેલે ધોરણ-10માં મેળવ્યાં 99.99 પર્સેન્ટાઇલ | 2023-05-25 12:14:52