રાજકોટ: કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 21 જાન્યુઆરી 2026ના રોજ 9 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર ખોડલધામ ખાતે હાલ વર્ષ 2026 કન્વીનર મિટિંગનું આયોજન થયું છે. જે કન્વીનર મિટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરી હતી.
ખોડલધામમાં અનાર પટેલે સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશ પટેલનો વિશ્વાસ હું ક્યારેય ડગમગવા નહીં દઉં. મને મળેલું પદ કોઈ સામાન્ય પદ નથી, પરંતુ એક મોટી જવાબદારી છે, જે બાબતનું પૂરું ભાન મને છે. નરેશભાઈ પટેલે મા ખોડલની ભક્તિ અને એકતાની શક્તિના સૂત્ર સાથે ખોડલધામની સ્થાપના કરી હતી અને સંસ્થાએ સમાજને એકજૂથ થવાનો સંદેશ આપ્યો છે.
આપણી પાસે શક્તિ છે, સંપત્તિ છે, પટેલ સમાજ પાસે શું નથી ? પરંતુ સાચી તાકાત એકતામાં છે. જેથી આપણે સંગઠિત રહેશું તો જ ઇતિહાસ રચી શકીશું. ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એક કરવા મુશ્કેલ છે. છતાં નરેશભાઈ પટેલે પટેલ સમાજને એકત્રિત કરી બતાવ્યો છે.
અનાર પટેલે કહ્યું કે, મતભેદ ચાલી શકે, ચર્ચા-વિવાદ થઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ. આંતરિક વિખવાદ સમાજને નબળો બનાવે છે. નરેશ પટેલને ટેકો આપીએ, ટીકા નહીં. તેમણે સમાજને એકતાની દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ પરેશ ગોસ્વામી મેદાનમાં, કહી આ વાત | 2026-02-16 17:04:58
બ્રહ્મકુમારીઝ દ્વારા રાજકોટમાં મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો સમાજ માટે ઉપયોગી | 2026-02-15 10:57:26