કપડવંજઃ પુત્રના મોહમાં ક્રૂર પિતાએ હદ વટાવી નાખી છે. 7 વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બે પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતા પિતાએ માસૂમ દીકરીનો ભોગ લીધો છે. પોલીસને આ વાતની જાણ થતા આરોપી વિજયની ધરપકડ કરી હતી.
કપડવંજ તાલુકાના ચેલાવત ગામમાં અંજનાબેન સોલંકીના લગ્ન 11 વર્ષ પહેલા વિજય સોલંકી સાથે થયા હતા. તેમની 7 વર્ષની પુત્રી ભૂમિકા અને એક 3 વર્ષની પુત્રી એમ બે પુત્રીઓના જન્મથી પતિનું મન ખટકતું હતું. તેને પુત્રની લાલસા હતી. જેથી તે અવારનવાર પત્ની અંજલી સાથે ઝઘડા કરતો હતો. જેથી રિસાઇને તેની પત્ની પિયર જતી રહેતી અને મામલો થાળે પાડીને વિજય પાછી લઇ જતો હતો.
10 જુલાઇ રોજ દિપેશ્વરી માતાના મંદિરેથી પરત ફરતા વિજય તેની પત્નીને કહ્યું કે મારે દીકરો જોઇતો હતો અને તું દીકરી કેમ લાવી. આમ ગુસ્સામાં તેને 7 વર્ષની જીવતી દીકરી ભૂમિકાને કેનાલ પરના વઘાવત પુલ પરથી પાણીમાં ફેંકી દીધી હતી. બાદમાં તેને પત્નીને ધમકી આપતા કહ્યું કે કોઇને આ વાત વિશે જણાવીશ તો તને છૂટાછેડા આપી દઇશ.
આ ઘટનાના બીજા દિવસે ભૂમિકાની લાશ મળી આવતા આંતરસૂબા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિજયે અંજનાને કહ્યું હતું કે તે ભૂમિકાને કેનાલ પર માછલીઓ જોવા લઇ જતી વખતે પગ લપસી પડતા તે પાણીમાં ડૂબી ગઇ હતી. પતિના દબાવથી પત્ની પોલીસને આ નિવેદન આપ્યું હતું. બાદમાં અંજનાએ આ વાત તેના ભાઇઓને જણાવી હતી. ભાઇઓએ હિંમત આપતા અંજનાએ બધી હકીકત આંતરસૂબા પોલીસને જણાવી હતી. સમગ્ર વાતનો ખુલાસો થતા પોલીસે વિજયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટના રેન્જ IG | 2026-03-06 09:12:13
ACB ની ખંભાતમાં ટ્રેપ, સીટી પોલીસ સ્ટેશનના PSI આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-01 19:04:52
એ.સી.બી. ટ્રેપમાં માત્ર 70 રૂપિયાની લાંચ લેતા સરકારી કર્મચારી ફસાયા | 2026-02-28 07:56:48
કચ્છમાં 4 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ, મેવાણીના સરકાર પર પ્રહાર | 2026-02-21 17:44:46
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34