Sat,20 April 2024,4:01 pm
Print
header

ખેડાઃ ઉંઢેરા ગામમાં ખેલૈયાઓ પર પથ્થરમારો, 6 લોકો ઈજાગ્રસ્ત, 2 પોલીસકર્મીઓ પણ ઘાયલ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

ખેડાઃ ગુજરાતમાં ફરી એકવાર તહેવારમાં  પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારો થયો છે. ગરબા રમવા બાબતે એક સમૂદાયના ટોળાએ હુમલો કર્યો હતો.ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો થતા ગરબા રમી રહેલા 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. SP, Dysp અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યો હતો.  ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પથ્થરમારામાં બે પોલીસ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે. 

સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે એક જૂથે કહ્યું કે અહીંયા ગરબા નહીં રમવાના...તેમ કહીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારા બાદ સ્થિતિ વધારે તંગ ન બને એ માટે ગામમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch