Kheda News: ખેડા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. કઠલાલ પંથકના એક ગામે શિક્ષકે શાળામાં ભણતી 9 વર્ષની દીકરી પર નજર બગાડી શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ.50) આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા.31 ઓગસ્ટને શનિવારે સવારની શાળા હોવાથી અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ- 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ શારીરિક અડપલા અને છેડતી કરી હતી.
ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના પરિવારજનોને સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારીરિક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદની અટકાયત કરી પૂછપરછ કરી હતી. આ બાબતે ડીવાયએસપીએ જણાવ્યું કે, છેડતી, શારીરિક અડપલાની ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસની તપાસ ચાલુ છે, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા વાલીઓ માંગણી કરી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
AIIMS ભુવનેશ્વરમાં વિદ્યાર્થીની જિંદગીની લડાઈ હારી ગઈ, HOD દ્વારા જાતીય સતામણીથી કંટાળીને પોતાને આગ લગાવી હતી | 2025-07-15 08:36:56
50 દિવસમાં યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરો, નહીં તો 100 ટકા ટેરિફ લાદીશું, ટ્રમ્પે રશિયાને આપી ધમકી | 2025-07-15 06:20:02
ટ્રમ્પે રશિયા વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, અમેરિકા યુક્રેનમાં પેટ્રિઅટ મિસાઇલ મોકલશે | 2025-07-14 09:41:52
અમેરિકામાં કેન્ટુકી ચર્ચમાં ગોળીબારમાં બે મહિલાઓનાં મોત - Gujarat Post | 2025-07-14 09:25:01
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30