Mon,13 April 2026,1:24 pm
Print
header

PSI એ રૂ. 5,00,000 ની લાંચની કરી હતી માંગણી, એસીબીએ વચેટિયાને ઝડપી લીધો

  • Published By Mahesh patel
  • 2025-07-27 10:43:03
  • /

આણંદઃ ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનામાં પકડાયેલ આરોપીની કોલ ડીટેઇલમાં આ કામના ફરીયાદીનો મોબાઇલ નંબર આવેલો હોવાથી ફરીયાદીને આરોપી તરીકે નહીં બતાવવા તેમજ ફરીયાદી તથા તેમના પરિવારનો વરઘોડો નહી કાઢવા પી.ડી.રાઠોડ, પો.સ.ઇ. ખંભાત સીટી પો.સ્ટેશન, જી.આણંદ અને મોહમંદ ઇમરાન મોહમંદ ઉસ્માન સોદાગર પ્રજાજનના મારફતે રૂ.5,00,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદીએ રકઝક અને આજીજી કરતા રૂ.3,00,000 આપવા જણાવ્યુ હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે આક્ષેપિત મોહમંદ ઇમરાને હેતુલક્ષી વાતચીત કરીને ફરીયાદી પાસેથી લાંચના નાણાં રૂ. 3,00,000 સ્વીકારતા ઝડપાઇ ગયો હતો

મોહમંદ ઇમરાને પી.ડી.રાઠોડને વોટસએપ કોલ કરીને લાંચના નાણા મેળવ્યાં હોવાની વાત કરી હતી. લાંચના છટકામાં મોહમંદ ઇમરાન સ્થળ પર પકડાઇ ગયો હતો અને પી.ડી.રાઠોડ ફરાર છે. 

ટ્રેપીંગ અધિકારી: એમ.એલ.રાજપૂત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી, અમદાવાદ એકમ 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch