ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, કેનેડામાં 27-28 ઓક્ટોબરના રોજ થયેલા ગોળીબારના સંબંધમાં અર્શ ડલ્લાની અટકાયત કરવામાં આવી છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓને એવી માહિતી પણ મળી છે કે કેનેડામાં 27-28 ઓક્ટોબરે ગોળીબાર થયો હતો, જેમાં અર્શ ડલ્લા હાજર હતો. જાન્યુઆરી 2023 માં ગૃહ મંત્રાલયે અર્શદીપ દલ્લાને આતંકવાદી તરીકે જાહેર કર્યો હતો.
કેનેડિયન પોલીસ દ્વારા અર્શ ડલ્લાની અટકાયત કરવામાં આવી છે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યાં અનુસાર અર્શ ડલ્લા તેની પત્ની સાથે કેનેડામાં રહે છે અને તે અનેક ભારત વિરોધી ષડયંત્રોમાં સામેલ છે.
કોણ છે અર્શદીપ ડલ્લા ?
અર્શ ડલ્લા ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF)નો કાર્યવાહક વડો છે. તેને માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ડલ્લાએ કોંગ્રેસના નેતા બલજિંદર સિંહ બલ્લીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી, જેની પંજાબના મોગા જિલ્લામાં તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોતાની પોસ્ટમાં ડલ્લાએ દાવો કર્યો હતો કે બલજિંદર સિંહ બલ્લીએ તેનું ભવિષ્ય બરબાદ કરી દીધું હતુ, જેથી તેને આ હત્યા કરી હતી. નોંધનિય છે કે અર્શ ડલ્લા પંજાબના મોગાનો રહેવાસી છે. હવે તેને કેનેડામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ મામલે ડલ્લાના પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોના મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા, 30 હજાર ડોલરની માંગણી | 2024-12-09 09:22:10
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
નાઇજીરીયામાં બોટ પલટી જતાં 27 લોકોનાં મોત, 100 ગુમ થયેલા લોકોની મળી રહી છે લાશો | 2024-11-30 09:10:06
ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, FBI એ તપાસ શરૂ કરી | 2024-11-28 08:35:45
ચક્રવાતી તોફાન ફેંગલ આ રાજ્યોમાં મચાવશે તબાહી, તમિલનાડુમાં રેડ એલર્ટ | 2024-11-28 08:20:36
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા | 2024-12-02 09:11:30