Fri,28 March 2025,1:52 am
Print
header

લંડનમાં ખાલિસ્તાનીઓની કરતૂત, વિદેશ મંત્રી એસ.જયશંકરની કારને રોકવાનો પ્રયાસ કર્યો, તિરંગો ફાડ્યો- Gujarat Post

ખાલિસ્તાનીઓએ અનેક વખત એસ.જયશંકર સહિત અન્ય કેટલાક ભારતીય નેતાઓ અને અધિકારીઓને ધમકીઓ આપી છે

લંડન: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ બ્રિટનની મુલાકાતે છે, લંડનમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના પર ખાલીસ્તાનીઓ દ્વારા હુમલોનો પ્રયાસ કરાયો છે.જો કે, ભારત કે બ્રિટનની સરકાર દ્વારા આ ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એક અખબારી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. અખબારી અહેવાલ મુજબ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ગુરુવારે લંડનમાં જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એસ જયશંકર ચેથમ હાઉસ થિંક ટેન્કના કાર્યક્રમમાં હાજરી આપીને કારમાં બેસીને પરત ફરી રહ્યાં હતા, ત્યારે ખાલિસ્તાનીઓ તેમની સામે આવી ગયા હતા.

રિપોર્ટ અનુસાર, એક શખ્સ જયશંકરની કાર પાસે આવી ગયો હતો અને લંડન પોલીસ અધિકારીઓની સામે તિરંગાને નુકસાન પહોંચાડ્યું હતુ.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બુધવારે એસ જયશંકરે બ્રિટિશના વિદેશ પ્રધાન સમકક્ષ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. લેમીએ જયશંકરનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે કેન્ટના ચેવેનિંગ હાઉસ ખાતે બે દિવસ ચર્ચા થઈ હતી, તેમાં મુક્ત વેપાર કરારથી લઈને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સુધીના અનેક મુદ્દાઓ હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch