Thu,18 April 2024,3:50 pm
Print
header

કેસર કેરીની તાલાલા માર્કેટ યાર્ડમાં એન્ટ્રી, એક બોક્સના બોલાયા આટલા ભાવ ?

ગીરઃ કેસર કેરીની એન્ટ્રી તાલાલા મેંગો માર્કેટમાં થઈ ગઇ છે આજે 10 કિલોના બોક્સના 400 થી 700 રૂપિયા બોલી લગાવવામાં આવી હતી. ગૌશાળા માટે 11000 રૂપિયાના બોક્સની બોલી લાગી હતી. પ્રથમ દિવસે 7 હજાર જેટલા બોક્સની આવક તાલાલા મેગો માર્કેટમાં થઈ છે.

ગીરની ઓળખ કેસર કેરીની તાલાલા ગીરમાં આવેલા મેંગો માર્કેટમાં હરાજીની શરૂઆત થતા ખેડૂતો અને કેરી રસિકોમા ખુશીની લહેર જોવા મળી છે. કેસર કેરીના 10 કિલોના બોક્સના 400 થી લઈને 700 રૂપિયા ભાવ આકવામાં આવ્યાં હતા. પ્રથમ દિવસે 7 હજાર જેટલા બોક્સની આવક થઈ છે. હરાજીની શરૂઆતમાં પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે રાખવામાં આવે છે. જે બોક્સની બોલી 11000 રૂપિયા લાગી હતી.

તાલાલા તેમજ ગીર વિસ્તારમાં આ વર્ષે કેરીનું ખૂબ ઓછું ઉત્પાદન થવાની શકયતા છે. ખેડૂતોના મતે માત્ર 30 ટકા જ કેરીનું ઉત્પાદન થશે, કારણ કે ઝાકળ વધુ પ્રમાણમાં પડવાને કારણે કેરી ખરી પડી છે. તો મઢ્યા રોગને કારણે પણ ભારે નુકસાન થયું છે, જેને કારણે કેરી માત્ર 30 ટકા જ બચી છે. ખેડૂતોને આશા હતી કે કેસર કેરીના બોક્સના મિનિમમ 700 રૂપિયા ભાવ રહેશે. જો કે 400 થી શરૂ થઈ 700 સુધીના ભાવ આકવામાં આવ્યાં છે. આગામી દિવસમાં આ ભાવમાં સામાન્ય વધારો-ઘટાડો થવાની શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch