Fri,19 April 2024,6:35 pm
Print
header

લોકડાઉનના કારણે કેસર કેરીના વેપાર પર માઠી અસર, જાણો કેટલા ભાવ પડ્યાં ?

અમદાવાદઃ ગીર સોમનાથ અને જૂનાગઢની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં કરવા માટે લાગુ કરાયેલા લોકડાઉનની અસરમાં ગીરની કેસર કેરીના  વેપારને ફટકો પડ્યો છે, તેવામાં રવિવારથી તલાલામાં કેસર કેરીની હરાજી શરૂ થઇ હતી.તલાલા કેસર કેરીના વેપારનું હબ ગણાય છે. રવિવારે પ્રથમ દિવસે જ ખેડૂતોને ઝટકો લાગ્યો હતો. અને નીચા ભાવે હરાજી થઇ હતી. 

સામાન્ય રીતે તલાલા માર્કેટમાં પ્રથમ દિવસે સમગ્ર ગુજરાત અને ભારતમાંથી એક હજાર જેટલા વેપારીઓ આવતા હોય છે અને હરાજી કેરીને ફળને આધારે બોલી લગાવતા હોય છે.પણ લોકડાઉનને કારણે માત્ર જિલ્લાના 100 વેપારીઓ જ અહી આવ્યાં હતા અને કાચી કેરીના બોક્ષની કિંમત રુપિયા 200થી 600 વચ્ચે રહી હતી. જે સામાન્ય રીતે 600 થી રુ. 800 સુધીની વેચાણ કિંમત હોવી જોઇએ. પરપ્રાંતિય શ્રમિકો પણ વતનમાં જતા રહ્યાં હોવાથી માલની હેરફેરમાં પણ મુશ્કેલી પડી રહી છે. આમ, ચાલુ વર્ષે ખેડૂતોને કોરોના વાયરસને કારણે કેરીના વેચાણને લઇને મુશ્કેલી પડે છે.ત્યારે ખેડૂતોની રજૂઆત છે કે રાજ્ય સરકારે અન્ય જિલ્લાઓમાં કેરીનું વેચાણ થઇ શકે તેવી કોઇ વ્યવસ્થા ગોઠવવી જોઇએ, નહીં તો આ વર્ષે ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન થવાના એંધાણ છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch