Thu,25 April 2024,5:21 am
Print
header

દેશના વધુ એક રાજ્યમાં લોકડાઉનની જાહેરાત, હાલમાં જ અહીં યોજાઈ હતી ચૂંટણી

કેરળઃ કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે.અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ લોકડાઉન લગાવી ચુક્યા છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. કેરળમાં હવે લોકડાઉન લગાવવાની જાહેરાત કરાઇ છે.

કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું, કોરોનાની બીજી લહેરામાં રાજ્યમાં વધી રહેલા કોવિડ-19 કેસ પર નિયંત્રણ મેળવવા 8 મેના રોજ સવારે 6 વાગ્યાથી 16 મે સુધી લોકડાઉન લાદવામાં આવશે. હાલ કેરળમાં 3,76,004 એક્ટિવ કેસ છે. જ્યારે 13,62,363 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. જ્યારે 5565 લોકોના મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યાં અને 3980 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 3,29,113 લોકો સ્વસ્થ પણ થયા છે. 

એક્ટિવ કેસ 35 લાખને પાર

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch