Fri,30 September 2022,3:10 pm
Print
header

આમ આદમી પાર્ટી કાન્હા છે, મોટા રાક્ષસોનો વધ કરી રહી છે, દિલ્હીમાં જનપ્રતિનિધિ સંમેનલનમાં કેજરીવાલના પ્રહાર- Gujarat post

ભાજપ અને મોદી સરકાર પર કેજરીવાલના પ્રહારો

ધારાસભ્યોને ખરીદવામાં અત્યાર સુધીમાં 8-9 હજાર કરોડ રપિયાનો ખર્ચ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનપ્રતિનિધિ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી પણ કૃષ્ણ છે, મોટા મોટા રાક્ષસોનો વધ કરી રહી છે.જે લોકો લાલ કિલ્લા પરથી કહે છે કે હું ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું, તેઓ ભ્રષ્ટાચાર સામે નહીં આમ આદમી પાર્ટી સામે લડી રહ્યાં છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, 'શ્રી કૃષ્ણજી જ્યારે બાળક હતા ત્યારે તેમને પ્રેમથી કાન્હા કહેતા હતા.કાન્હાએ મોટા મોટા રાક્ષસોનો વધ કર્યો હતો.આમ આદમી પાર્ટી પણ કાન્હા છે. મોટા રાક્ષસોનો વધ કરી રહી છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી જેવા રાક્ષસોને મારી રહ્યાં છે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની ચાર વાતો ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા અને મફત લોકોને પસંદ આવી રહી છે.વિરોધીઓના કટાક્ષ પર કહ્યું કે આમ આદમી પાર્ટીએ 'ફ્રી કી રેવાડી' રજૂ કરી છે. રાજનીતિ બે પ્રકારની હોય છે. એક નેતાઓ પૈસા કમાય છે અને પોતાના ઘર ભરે છે. બીજું રાજકારણ છે જે જનતાને બધું મફતમાં આપી રહ્યું છે.

'મેં સ્વતંત્રતા સંગ્રામ જોયો નથી, પરંતુ અમારા દરેક ધારાસભ્ય તેમનો સામનો કરી રહ્યાં છે, તેમણે 25-25 કરોડનો ત્યાગ કર્યો છે, ED-CBIનો સામનો કરી રહ્યાં છે. આ નાની વાત નથી.તેઓ દરેકને જેલમાં ધકેલી દેશે. 3-4 મહિના માટે જેલમાં જવાની તૈયારી કરી લો. જેલ એટલી ખરાબ નથી, હું 15 દિવસ જઈને આવ્યો છું. અમે જનતા માટે બધુ કરવા તૈયાર છીએ,આ લોકોએ ધારાસભ્યોને ખરીદવામાં અત્યાર સુધીમાં 8-9 હજાર કરોડનો ખર્ચ કર્યો હશે. ધારાસભ્યોને ખરીદી રહ્યાં છે તેમ છતાં લાલ કિલ્લા પર ઉભા રહીને તેઓ કહે છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યાં છે.આ લોકોએ દેશમાં અનેક સરકારો ગબડાવી નાખી છે. કેજરીવાલે આમ કહીને મોદી અને ભાજપ પર પ્રહાર કર્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch