Mon,09 December 2024,1:14 pm
Print
header

કરણી સેનાના રાજ શેખાવતે ફરી લોરેન્સ બિશ્નોઈને આપી ધમકી, કહ્યું- જેલની બહાર આવ્યો તો...

લોરેન્સ બિશ્નોઇ એક આતંકવાદી છે, ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે: રાજ શેખાવત

સુખદેવસિંહ ગોગામેડીની લોરેન્સે તેના ગુંડાઓ દ્વારા જેલમાં બેસીને હત્યા કરાવી હતીઃ શેખાવત

વલસાડઃ મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કર્યાં બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનાં કહેવાતાં સાગરીતો સલમાનખાનને એક પછી એક ધમકીઓ આપી કરોડો રૂપિયાની ખંડણી માંગી રહ્યાં છે. જેને લઈને લોરેન્સ બિશ્નોઇ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આ માથાભારે ગેંગસ્ટરને કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વલસાડ ખાતે ખુલ્લી ચેલેન્જ આપી હતી અને લોરેન્સને એક ડરપોક વ્યક્તિ ગણાવ્યો હતો.

કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજ શેખાવતે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું, તે ડરપોક હોવાનાં કારણે 12-12 વર્ષથી જેલમાં હોવાં છતાં જામીન અરજી નથી મુકતો. જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી સેફ છે, જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ તેને ઠાર કરી દેશે અને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું. રાજ શેખવાતને નિવેદનથી ફરી વિવાદ થઈ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch