બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈના નામની જાહેરાત ભાજપના મોવડી મંડળે કરી દીધી છે. કર્ણાટક વિધાનસભા ભાજપ પક્ષની મળેલી બેઠકમાં બસવરાજ બોમ્મઈને નવા મુખ્યપ્રધાનના પદ માટે પસંદ કરવામાં આવ્યાં છે. બસવરાજ બોમ્મઈ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદુરપ્પાના નજીકના માનવામાં આવે છે. તેઓ ગૃહમંત્રી હતા.
કર્ણાટકના મુખ્યપ્રધાન પદ પરથી બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે નવા મુખ્યપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા સીએમ બનશે. યેદીયુરપ્પાના રાજીનામા પછી, હવે તમામની નજર નવા મુખ્યપ્રધાન કોણ હશે તેના પર હતી, દરમિયાન આજે બેંગ્લોરમાં પક્ષની બેઠક મળી હતી. બેઠક પૂર્વે કેન્દ્રીય મંત્રીઓ કર્ણાટકના ભાજપના અનેક નેતાઓને મળ્યાં હતા.
કર્ણાટકના પ્રધાનો બસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટર સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નિરીક્ષકો અને કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને મળ્યાં હતા. મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇને આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ પહેલા કર્ણાટકના મહેસૂલ પ્રધાન આર.અશોકે મંગળવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) બીએસ યેદિયુરપ્પાના રાજીનામા પછી આગામી 48 કલાકમાં મુખ્યપ્રધાન પદ માટેના નામની જાહેરાત કરશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38