Wed,17 April 2024,3:43 am
Print
header

કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીમાં મની પાવરના ઉપયોગને રોકવા માટે અમે અમારી ટીમોને મજબૂત કરી રહ્યાં છીએ. 2400 સ્ટેટિક સર્વેલન્સ ટીમો અહીં કામ કરશે.19 જિલ્લાઓમાં 171 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર દેખરેખ રાખવામાં આવશે. જેથી રૂપિયાની કોઇ હેરાફેરી ન થાય.

કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી, 36 બેઠકો SC અને 15 બેઠકો ST માટે આરક્ષિત છે.આ ચૂંટણીમાં કુલ 5,21,73,579 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજીવ કુમારે જણાવ્યું કે રાજ્યમાં 18 થી 19 વર્ષની વય  વચ્ચેના 9,17,241 મતદારો પ્રથમ વખત મતદાર કરશે.17 વર્ષની વયના 1,25,406 યુવાનોએ આગોતરી અરજી આપીને મતદાર યાદીમાં નામ નોંધાવ્યાં હતા. ચૂંટણી કમિશનરે કહ્યું કે કર્ણાટકમાં નવા મતદારોને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જો કે વૃદ્ધ મતદારો માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો ઘરે બેસીને મતદાન કરી શકશે.

કર્ણાટક વિધાનસભાની 2018ની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. 224 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં બહુમતી માટે જરૂરી 113નો જાદુઈ આંકડો પાર કરી શકી ન હતી. કોંગ્રેસને 78 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch