અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરીને કણભા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને જી.આર.ડી. જવાનને રૂ. 30,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક GRD ની સંડોવણી સામે આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, એક જાગૃત નાગરિકની દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ વિસ્તારમાં કોસ્મેટિક ચીજવસ્તુઓ ઉત્પાદન કરવાની ફેક્ટરી આવેલી છે. ગત 14 મે 2026 ના રોજ કણભા પોલીસ સ્ટેશનના અનાર્મ્ડ ASI ભાવેશભાઇ લાભશંકર રાવલ, GRD સભ્ય કમલેશભાઇ ઉર્ફે રોબર્ટ વિનોદભાઇ બારોટ, GRD સભ્ય રણજીતભાઇ જશુભાઇ સોલંકી અને અન્ય એક વ્યક્તિ ફેક્ટરી પર પહોંચ્યાં હતા. તેઓએ ફેક્ટરીના માલિકને તમે માલસામાન ઉપર નવી તારીખ છાપીને એક્સપાયર થયેલો માલ કેમ વેચો છો ? તેમ કહીને કેસ કરવાની અને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી.
આ કેસ ન કરવાના અવેજ પેટે આરોપીઓએ શરૂઆતમાં રૂ. 2,00,000 ની લાંચની માંગણી કરી હતી. જો કે, રકઝકના અંતે રૂ. 30,000 આપવાનું નક્કી થયું હતું. બીજા દિવસે એટલે કે 15 મે ના રોજ, GRD સભ્ય રણજીત સોલંકી ફેક્ટરી પર રૂ. 30,000 લેવા માટે ગયો હતો. પરંતુ તે સમયે ફેક્ટરી માલિક પાસે પૈસાની સગવડ ન હોવાથી પછી પૈસા આપવાની વાત થઇ હતી.
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેઓએ તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે 16 મે 2026 ના રોજ ACB ની ટીમ દ્વારા બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ટ્રેપ દરમિયાન ASI ભાવેશભાઇ રાવલે ફરિયાદીને ફોન કરીને લાંચના નાણાં બીજા આરોપી કમલેશ ઉર્ફે રોબર્ટ બારોટને આપી દેવા જણાવ્યું હતું. રોબર્ટે ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 30,000 સ્વીકારતા જ ACB ની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.
ટ્રેપ કરનાર અધિકારી: ડી.બી.ગોસ્વામી (પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.)
સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર (મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ)
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ)
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50