Sat,20 April 2024,6:22 pm
Print
header

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્રથમ વિદેશ પ્રવાસે જતી વખતે ટળી મોટી દુર્ઘટના

(તસવીર સૌજન્યઃ AFP ટ્વીટર)

વોશિંગ્ટનઃ કોરોના સંક્રમણથી ઝઝૂમી રહેલા ગ્વાટેમાલા અને મેકિસકોને મદદ કરવાના ઉદ્દેશથી સત્તાવાર પ્રવાસે નીકળેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિમાને ટેક ઓફના થોડા સમયમાં જ ઈમરજન્સી ઉતરાણ કરવું પડ્યું હતું. કમલા હેરિસના વિમાને વોશિંગ્ટનના બાહ્ય વિસ્તાર સ્થિત મેરીલેંડના જોઈન્ટ બેસ એન્ડ્રયૂથી ઉડાન ભરી હતી. પરંતુ 25 મિનિટ બાદ ટેકનિકલ ખામી આવી હતી. જેને લઈ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જે બાદ તે બીજા વિમાનથી રવાના થયા હતા. 

વિમાનમાંથી બહાર આવ્યાં બાદ કમલા હેરિસે મીડિયાને કહ્યું હું ઠીક છું. તમે બધાએ પ્રાર્થના કરી, અમે ઠીક છીએ. હેરિસની આ ઉપ રાષ્ટ્રપતિ તરીકેની પ્રથમ વિદેશ યાત્રા છે. જો કે ઈમરજન્સી લેન્ડિંગ છતાં તમામ સુરક્ષિત છે વિમાનને પણ કોઈ નુકસાન પહોંચ્યુ નથી. વિમાનમાંથી ઉતરીને કમલા હેરિસે અંગૂઠો બતાવ્યો હતો. હેરિસના પ્રવક્તા સિમોન સેંડર્સે કહ્યું કે વિમાનમાંથી બહાર નીકળ્યાં બાદ અમે બધાએ થોડીવાર માટે પ્રાર્થના કરીને ભગવાનનો આભાર માન્યો હતો

તાજેતરમાં કમલા હેરિસે ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી હતી. દરમિયાન બંને વચ્ચે વેક્સિનને લઈ વાત થઈ હતી. ઉપરાંત કોરોના બાદ વૈશ્વિક સ્વાસ્થ્ય અને અર્થતંત્રમાં સુધારા માટે બંને દેશો વચ્ચે સંભવિત યોગદાન પર પણ ચર્ચા થઈ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch