ગાંધીનગરઃ ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઈ ગીતને કારણે નહીં પણ પ્રેમલગ્નને લઈને સર્જાયેલા વિવાદને કારણે. કાજલે પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા મહેરિયા પરિવાર અને સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે.
થોડા દિવસ પહેલા કાજલ મહેરિયાના ભાઈ સંદીપભાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે કાજલે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કર્યા છે. આ મામલે તેમણે સમાજ પાસે મદદ માંગી હતી. રવિવારે કાજલના પરિવારજનો અને સમાજના આશરે 70 જેટલા લોકોનો કાફલો ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા કાજલના પતિએ 112 પર ફોન કરી પોલીસની મદદ માંગી હતી.
અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.ત્યાં કાજલે પોતે લગ્ન કર્યા હોવાનું સ્વીકારીને ટૂંક સમયમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી. અડાલજ પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર માત્ર લગ્નની સત્યતા જાણવા આવ્યો હતો અને હાલ કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ નથી.
આ મામલે અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે જણાવ્યું કે, કાજલ અને અલ્પેશ 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે. રવિવારે જ્યારે 20-25 લોકો આવ્યાં હતા, ત્યારે તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, તમારા છોકરાને વાળી લો, ભલે અમારી છોકરી મરી જતી. આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26