Sun,03 December 2023,6:41 am
Print
header

દહેગામમાં કામિનીબા રાઠોડે ઉમેદવારી પરત ખેંચી, કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું- Gujarat Post News

ગાંધીનગર: બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. દહેગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનારા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કામિનીબા રાઠોડે ફોર્મ પરત ખેંચી લીધું છે. થોડા દિવસ પહેલા દહેગામ બેઠકને લઈને કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. આક્ષેપ કરતા કહ્યું હતુ કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખ રૂપિયામાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ મેં પૈસાની માંગ પૂરી ન કરી અને અન્યને 1 કરોડ રૂપિયામાં ટિકિટ વેચી દેવામાં આવી છે. હવે તેમને કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. 

આ આક્ષેપ સાથે કામિનીબા રાઠોડની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. જેમાં કામિનીબા ભાવિન અને એક રાજસ્થાનના વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે.કથિત ઓડિયો ક્લીપમાં કામિનીબા 50 લાખ રૂપિયા આપવા તૈયાર થયાનો ઉલ્લેખ છે. તેમણે કહ્યું કે, 'હું ટિકિટ વેચાયાનો આક્ષેપ નથી કરતી હકીકત કહું છું.પહેલા મારી સાથે 1 કરોડની વાત કરવામાં આવી હતી.બાદમાં 50 લાખ રૂપિયામાં ટિકિટ આપવા તૈયાર થયા હતા. કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવારો હોવા છતાં રૂપિયાના જોરે ટિકિટ વેચાય છે. આ અંગે મેં ઉપર સુધી પણ રજૂઆત કરી હતી. જો કે હવે તેઓ અપક્ષમાંથી ચૂંટણી નથી લડવાના. તેઓ ભાજપમાં જોડાય શકે છે.

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબકકાનું મતદાન થશે અને 8 ડિસેમ્બરે મત ગણતરી થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch