Fri,26 April 2024,2:59 am
Print
header

કાબૂલ હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી આપવા અમેરિકાએ ઝંડો અડધી કાઠીએ ફરકાવાવ્યો, બાઈડેને કહ્યું આતંકીઓને વીણી વીણીને મારીશું

(તસવીર સૌજન્યઃ એએફપી ટ્વીટર)

વોશિંગ્ટનઃ કાબૂલના હામિદ કરઝઈ એરપોર્ટ બહાર ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) ના આતંકી હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. કાબૂલ હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલી આપવા અમેરિકાએ ઝંડો અડધી કાઠીએ ફરકાવ્યો છે અને આગામી 30 ઓગસ્ટ સુધી અમેરિકન ઝંડો અડધી કાઠીએ ફરકાવાશે. કાબૂલ હુમલાને લઈને અમરેકિન રાષ્ટ્રપતિ જો બાઈડેને આતંકીઓને ચેતવણી આપતાં કહ્યું કે મોતની કિંમત ચૂકવવા આતંકીઓ તૈયાર રહે.

બાઈડેને કહ્યું અમે આ નહીં ભૂલીએ, તમને માફ નહીં કરીએ.અમે તમારો વીણી વીણીને શિકાર કરીશું. અમે અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકન નાગરિકોને બચાવીશું, અમારા સહયોગીઓને પણ બહાર કાઢીશું. તેમણે એમ પણ જણાવ્યું, અમારું મિશન ચાલુ રહેશે. જરૂર પડશે તો વધારાનું અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાન મોકલીશું. જે લોકોએ આ હુમલાને અંજામ આપ્યો છે તે જાણી લે કે અમે તેમને માફ નહીં કરીએ.અમે લોકો હવે તમારો શિકાર કરીશું. તમારે આ હુમલાની કિંમત ચુકવવી પડશે.

અમેરિકા, બ્રિટન, ભારત સહિત વિશ્વના અનેક દેશો અફઘાનિસ્તાનમાંથી તેમના નાગરિકો સહિત હજારો લોકોને કાબૂલ એરપોર્ટ પરથી એરલીફ્ટ કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે તાલિબાનોના શાસનના ભયથી હજારો અફઘાન નાગરિકો પણ ણદેશ છોડવા કાબૂલ એરપોર્ટ બહાર એકત્ર થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch