મુંબઇઃ કન્નડ સુપરસ્ટાર યશના ફૅન્સને 7 જાન્યુઆરીની રાત્રે તે સમયે એટલી મોટી સરપ્રાઈઝ મળી, જ્યારે નક્કી કરાયેલા સમય પહેલા જ યશની અપકમિંગ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 (KGF 2)નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. પહેલા ફિલ્મનું ટીઝર આજે એટલે યશના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થવાનું હતું. પરંતુ ફૅન્સની ઉત્તેજનાને ધ્યાનમાં રાખતા મેકર્સે તેને એક દિવસ પહેલા જ રિલીઝ કરી દીધું હતું.
ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ ગયું છે. ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સુધી દરેક જગ્યાએ KGF 2નું ટીઝર છવાયેલું છે. લોકો ટીઝર રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા, પણ એક દિવસ પહેલા જ એટલે 7 જાન્યુઆરીએ રિલીઝ થયેલા ટીઝરને અત્યાર સુધી (સમાચાર લખે ત્યા સુધી) ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડમાં સામેલ છે. એટલું જ નહીં યુ-ટ્યૂબની વાત કરીએ તો યુ-ટ્યૂબ પર વીડિયોના વ્યૂઝ મિનિટના હિસાબથી વધી રહ્યાં છે.
શાનદાર વાપસી કરશે રોકી ભાઈ
રોકિંગ સ્ટાર યશની વાત કરીએ તો તે સ્ટાઇલમાં વાહનો પર ગોળી વરસાવતા જોવા મળશે. તેનો સ્વેગ જોતા જ બને છે, તેનો સ્ટાઇલ અને લુક ખતરનાક છે અને શાનદાર લાગે છે. યશને જોઇ સ્પષ્ટ છે કે તે પોતાની શરૂ કરેલી વાર્તા પૂર્ણ કરવા પરત ફર્યો છે. આ વખતે તેનો પહેલા કરતા શાનદાર લુક જોવા મળશે.
KGF 2 વર્ષ 2018માં રિલીઝ થયેલી કેજીએફ ચેપ્ટર 1નો બીજો પાર્ટ છે. કેજીએફ 1એ થિયેટરોમાં રેકોર્ડ બ્રેક પર્ફોર્મન્સ આપ્યું હતું, આ ફિલ્મને જોયા બાદ લોકો યશના દીવાના થઈ ગયા. હવે આ વર્ષે કેજીએફ 2ને રિલીઝ કરવામાં આવશે, જેને લઈને પણ ફૅન્સ વચ્ચે જબરદસ્ત ક્રેઝ છે. કેજીએફ 2ને વધુ શક્તિશાળી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે આ વખતે યશની સાથે સ્ક્રીન પર બૉલીવુડના ખલનાયક સંજય દત્ત અને એક્ટ્રેસ રવીના ટંડન પણ નજર આવશે. ફિલ્મમાં સંજય દત્ત 'અધીરા'નો રોલ ભજવે છે રવીના ટંડન એક પૉલીટીશિયન છે. હાલ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03