Tue,29 April 2025,1:18 am
Print
header

આ વીડિયોની દેશભરમાં ચર્ચા, જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલા અડધા બળી ગયેલા રૂપિયાનો ઢગલો આવ્યો સામે- Gujarat Post

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના કેસ સાથે સંબંધિત દસ્તાવેજો અપલોડ કર્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વચ્ચેના પત્રવ્યવહાર ઉપરાંત, તેમાં જસ્ટિસ વર્મા દ્વારા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મોકલવામાં આવેલ જવાબ પણ સામેલ છે.

જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે શહેરની બહાર હતા. આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને બંગલાની અંદર નોટોનો મોટો ઢગલો મળ્યો. આ ઢગલો અડધો બળીને રાખ થઈ ગયો હતો. આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી અને પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

આ મામલે કાર્યવાહી કરતા, ભારતના મુખ્ય ન્યાયાધીશે તાત્કાલિક સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠક બોલાવી હતા. જેમાં જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ સાથે સુપ્રીમ કોર્ટે પોતાના સ્તરે આ મામલાની તપાસ શરૂ કરી. અત્યાર સુધીની તપાસમાં જે કંઈ પણ પ્રકાશમાં આવ્યું છે તે સુપ્રીમ કોર્ટે જાહેરમાં ઉપલબ્ધ કરાવ્યું હતું. તેમાં નોટોના ઢગલાનો અડધો બળી ગયેલો ફોટો પણ શામેલ છે.

દસ્તાવેજોમાં શું છે?

14 માર્ચની રાત્રે, ન્યાયાધીશના પી.એસ.એ પીસીઆરને આગ વિશે જાણ કરી.
ફાયર બ્રિગેડને અલગથી બોલાવવામાં આવ્યું ન હતુ.
દિલ્હી પોલીસ કમિશનરે 15 માર્ચની સવારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ બાબતની જાણ કરી. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તે સમયે લખનઉમાં હતા.
પોલીસ કમિશનરે અડધી બળી ગયેલી રોકડના ફોટોગ્રાફ્સ અને વીડિયો હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મોકલ્યાં હતા.
કમિશનરે બાદમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એમ પણ કહ્યું કે ન્યાયાધીશના બંગલા પરના એક સુરક્ષા ગાર્ડે તેમને કહ્યું હતું કે 15 માર્ચે રૂમમાંથી કાટમાળ સાફ કરવામાં આવ્યો હતો.
જ્યારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વર્માને મળ્યાં, ત્યારે જસ્ટિસ વર્માએ કોઈ પણ રોકડ રકમની જાણકારી હોવાનો ઇનકાર કર્યો. તેમણે એમ પણ કહ્યું કે બધા તે રૂમનો ઉપયોગ કરે છે.
જ્યારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે તેમને વીડિયો બતાવ્યો ત્યારે તેમણે તેને કાવતરું ગણાવ્યું.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ઊંડાણપૂર્વક તપાસની જરૂરિયાત દર્શાવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશના નિર્દેશ પર, જસ્ટિસ વર્માનો છ મહિનાનો કોલ રેકોર્ડ પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યો છે.
જસ્ટિસ વર્માને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ તેમનો ફોન ફેંકી ન દે કે ચેટ્સ ડિલીટ ન કરે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch