Sat,17 October 2026,4:54 am
Print
header

જૂનાગઢઃ ફળિયામાં રમતી 5 વર્ષની બાળકીને દીપડો ખેતરમાં ખેંચી ગયો, 2 કલાક પછી મૃતદેહ મળ્યો

  • Published By Panna patel
  • 2026-09-24 11:33:38
  • /

પરિવાર પર આભ તૂટી પડ્યું, બાળકીના મોત બાદ રોષ

બાળકીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો 

જૂનાગઢઃ ​મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામમાં દીપડાએ 5 વર્ષના બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત થયું છે. બાળકીને દીપડો ખેતરમાં ખેંચી ગયો હતો. 2 કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.

ભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહીને પરિવાર કામ કરતો હતો. બહાર રમતી 5 વર્ષની બાળકી પ્રિશાને 23 સપ્ટેમ્બરે રાત્રે 11 વાગ્યની આસપાસ દીપડો ખેતરમાં ખેંચી ગયો હતો. બાદમાં સોયાબીનના ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીના મોતથી પરિવાર ભાંગી પડ્યો હતો. 

નોંધનિય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ અને દીપડાએ આવી રીતે બાળકોનો શિકાર કર્યાંની અનેક ઘટનાઓ બની હતી, જેને લઇને હવે લોકોમાં ચિંતા વધી ગઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch