Sat,08 August 2026,10:09 pm
Print
header

જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની

  • Published By Panna Patel
  • 2026-07-11 11:34:15
  • /

પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જઇ રહ્યો હતો ત્યારે થયો અકસ્માત 

રોડ પાસે ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઇ અર્ટિકા મારુતિ કાર 

જૂનાગઢઃ નવા બાય પાસ રોડ પર થયેલા એક ભયંકર અકસ્માતમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે, એક કાર અને ટ્રક વચ્ચે આ અકસ્માત થયો હતો.

અકસ્માતની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતા અને   આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રહેવાસી હતા. તેઓ પરિવાર સાથે સોમનાથ જઈ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં આ દુર્ઘટના બની હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch