જૂનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એક શરમજનક ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલા સક્કરબાગ ઝૂમાં વાઘના પાંજરા સામે પ્રવાસીઓનું એક મોટું ટોળું વન્યજીવ નિહાળી રહ્યું હતું, તે દરમિયાન રાજકોટના બે પ્રવાસીઓ દ્વારા પાંજરામાં ઉભા વાઘના મોઢા પર ગમછો નાખીને તેને ગંભીર રીતે હેરાન કરવામાં આવ્યો હતો.
આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ વીડિયો વન વિભાગના ધ્યાને આવતા જ સમગ્ર તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. વન વિભાગની ટીમે ગણતરીના કલાકોમાં જ વાઘને હેરાન કરનારા બંને આરોપીઓને શોધી કાઢીને તેમની અટકાયત કરી લીધી હતી.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન વિભાગના DCF રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઘની પજવણી થતો વીડિયો ધ્યાનમાં આવ્યો હતો. આ ઘટના ગત 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂની અંદર જ બની હતી. વન વિભાગે ઝૂ પરિષરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યાં હતા અને પોલીસની નેત્રમ શાખાની સક્રિય મદદ લઈને બંને શખ્સોને ટ્રેક કરીને ઝડપી લીધા હતા.
આ ગુનાહિત કૃત્ય આચર્યા બાદ ઝડપાયેલા બંને આરોપીઓને વન વિભાગ દ્વારા વાઘના પાંજરાની સામે જ ઉભા રાખીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અને તેમની પાસે જાહેરમાં માફી મગાવવામાં આવી હતી. વાઘના પાંજરા સામે હાથ જોડીને ઉભેલા બંને આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યાં હતા અને તે સમયે તેમનાથી વાઘના મોઢા પર કપડું નાખીને હેરાન કરવાનું મોટું કૃત્ય થઈ ગયું હતું.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39