જૂનાગઢ: મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મનપાની મેલેરિયા શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
12 વર્ષની આવકની તપાસમાં ઘટસ્ફોટ જૂનાગઢ એસીબીના પી.આઈ. જે.બી. કરમુર અને તેમની ટીમ દ્વારા અધિકારી રાદડિયાની વર્ષ 2009 થી 2021 સુધીની ફરજ દરમિયાનની આવક અને ખર્ચની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, અધિકારીએ પોતાની કાયદેસરની આવક કરતા 62.8 ટકા વધુ સંપત્તિ વસાવી છે.
હોદ્દાનો દુરુપયોગ કરી વસાવી કરોડોની મિલકત એસીબીના રિપોર્ટ મુજબ, હરસુખ રાદડિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર દ્વારા આ મિલકતો મેળવી હોવાનું સાબિત થતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી બાબુ દ્વારા આટલા મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત વસાવવાના ઘટસ્ફોટથી મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
હાલમાં એસીબી દ્વારા આ મિલકતો ક્યાં અને કયા સ્વરૂપે વસાવવામાં આવી છે તેની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા દર સપ્તાહે સરેરાશ બે થી ત્રણ લાંચિયા લોકોને ઝપેટમાં લેવામાં આવે છે તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
સોમનાથનું આકાશ બન્યું શિવમય, પીએમ મોદીએ ડ્રોન શોની ભવ્ય તસવીરો કરી શેર | 2026-01-11 09:20:10
મોદીની ગુજરાત મુલાકાતનો ક્રાયક્રમ, સોમનાથ મંદિરમાં પૂજા, રાજકોટમાં ટ્રેડ શો, અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત | 2026-01-10 13:25:58
ACB ટ્રેપઃ મહેસાણામાં ડેટા એન્ટ્રી ઓપરેટર રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા | 2026-01-10 13:17:22
નકલી લગ્ન અને નકલી છૂટાછેડા.. ભરૂચમાં યુકે વિઝા માટે મોટું કૌભાંડ | 2026-01-09 15:39:58