Wed,22 January 2025,3:41 pm
Print
header

જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ આધ્યાત્મિક જીવન જીવવા આપ્યું રાજીનામું - Gujarat Post

પારિવારિક કારણોસર હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત સરકારને મોકલી હતી

જૂનાગઢઃ એસપી તરીકે કાર્યરત હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેતા રાજ્યભરના પોલીસ બેડામાં ચર્ચાઓ થઇ રહી છે. તેમને 1 ઓગસ્ટ 2023 ના રોજ જિલ્લા એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, 50માં વર્ષે રાજીનામું આપી ગામડે જઈ આધ્યાત્મિક જીવન જીવવાનો નિર્ણય કર્યો છે.

જૂનાગઢ એસ.પી તરીકે નિમણૂંક પામતા પહેલા તેઓ રાજકોટમાં એસી.પી ત્યાર બાદ બોટાદ અને સુરત ગ્રામ્યમાં એસ.પી તરીકેની સેવાઓ  આપી ચૂક્યા છે. જૂનાગઢમાં પાછલા બે વર્ષના હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન પોલીસને મોટા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન કોઈ મોટી વિવાદાસ્પદ ઘટના બની નથી.

હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન આંગડિયા સોનાની લૂંટ અને હત્યાના કેટલાક બનાવોમાં ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને પોલીસને શ્રેય અપાવવામાં તેઓ સહભાગી થયા હતા. જૂનાગઢમાં મૌલવીના વિવાદસ્પદ નિવેદન બાદ તેમની મુંબઈથી અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કિસ્સામાં પણ હર્ષદ મહેતાની કુનેહ કામ કરી ગઈ હતી.

અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના વતની હર્ષદ મહેતાએ MA કરીને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યાં પછી તેઓએ પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારી હતી. ત્યારબાદ IPS ક્લિયર કરીને SP બન્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ફક્ત 16 જ મહિના ફરજ બજાવી હોવા છતાં તેમને ભારે લોકપ્રિયતા મેળવી હતી. એસપી તરીકે શ્રેષ્ઠ કામગીરી છતાં તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch