SOG એ દિલ્હી-રાજસ્થાન હાઇવે પરથી દબોચ્યો
રાજકોટઃ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આચરાયેલા કુલ રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર નૈતિક પરેશભાઈ માવાણીને જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. નાસતા-ફરતા લિસ્ટેડ ગુનેગારોને પકડવાની ઝુંબેશ હેઠળ SOG ઇન્ચાર્જ પી.આઇ. કૃણાલ એમ. પટેલના નેતૃત્વમાં આ આંતરરાજ્ય ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં રૂ.188 કરોડથી વધુ અને પોરબંદરમાં રૂ.163 કરોડ મળી કુલ રૂ.351 કરોડનું દેશવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપીની ઓળખ મુંબઈના કાંદીવલી ખાતે રહેતા 32 વર્ષીય નૈતિક માવાણી તરીકે થઈ હતી.
આરોપીઓ નિર્દોષ વ્યક્તિઓને લાલચ આપી તેમની ઓળખના આધારે 3 બોગસ પેઢીઓ ઊભી કરી હતી. ખોટા GST નંબર અને દસ્તાવેજો બનાવી વિવિધ બેંકોમાં 21 જેટલા કરંટ એકાઉન્ટ્સ ખોલાવ્યાં હતા. કોરા ચેકબુક અને RTGS ફોર્મ પર સહીઓ કરાવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી સગેવગે કર્યા હતા.
કૌભાંડના સહ-આરોપીઓ હિરલબા જાડેજા, સચિન મહેતા અને હીતેષ ઓડેદરાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે SOG ટીમે આરોપીને દિલ્હી-રાજસ્થાન હાઇવે પરથી દબોચી લીધો હતો. આરોપી સામે પોરબંદર સાયબર ક્રાઇમ ઉપરાંત અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે.
ધરપકડ બાદ આરોપીને વધુ તપાસ અને રિમાન્ડ માટે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં આ મોટા નેટવર્કના અન્ય તાર જોડવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાશે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26