જૂનાગઢ: શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનું એક આક્રમક નિવેદન સામે આવ્યું છે. તેમણે કન્યા શાળાની દીકરીઓમાં હિંમત જગાડતા જાહેરમાં મંચ પરથી આહ્વાન કર્યું છે, જો રસ્તા પર કે કોઈ ચોકમાં કોઈ અસામાજિક તત્વ છેડતી કરવાનો પ્રયાસ કરે છે તો કોઈની પણ ચિંતા કર્યા વગર તેને પાઠ ભણાવી દેજો, બાકીની તમામ જવાબદારી મારી છે.
જૂનાગઢની એન.બી. કાંબલીયા કન્યા વિદ્યાલય ખાતે વિશેષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીઓને સંબોધતા ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું કે, આપણે ઊભા હોઈએ ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોર્ટ લાગે, એવો શોર્ટ લાગવો જોઈએ. અને આવી તાકાત એક-એક દીકરીઓની અંદર હોવી જોઈએ. દીકરી પાસે કોઈ ઊભું રહે ને તો 5 ફૂટથી આગળ કોઈ ના આવી શકે એટલું ડિસ્ટન્સ રાખવું જ જોઈએ.
દીકરીઓની સુરક્ષા માટે ધારાસભ્યે મંચ પરથી ગર્જના કરી હતી કે, તમને કોઈ હેરાન કરતું હોય, તો કોઈને કહેવાની જરૂર નથી, ત્યાં જ ઊભા રહીને બે મારી લેવાની, ગમે એ ચોક હોય, બાકીની જવાબદારી મારી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આપણી મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ પર્સનલ સ્પેસમાં ન આવવો જોઈએ અને દીકરીઓએ પોતાની સુરક્ષા માટે હવે અન્ય કોઈના ભરોસે બેસી રહેવાની બિલકુલ જરૂર નથી.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50