Sat,20 April 2024,11:50 am
Print
header

અમેરિકાઃ જોનસન એન્ડ જોનસન આપશે 14,500 કરોડ રૂપિયાનું વળતર, જાણો શું છે મામલો

ન્યૂયોર્કઃ જોનસન એન્ડ જોનસન ન્યૂયોર્ક રાજ્યને 23 કરોડ ડોલર (આશરે 14,500 કરોડ રૂપિયા)નું વળતર આપવા તૈયાર થઇ છે. એક પ્રકારની દર્દનાશક દવાના સંકટને લઈ તેના પર દાવો કરવામાં આવ્યો હતો. એટર્ની જનરલ લેટીટિયા જેમ્સે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે દવા નિર્માત કંપની ન્યૂયોર્ક સહિત દેશભરમાં ઓપિપોઈડના નિર્માણ અને વિતરણને સમાપ્ત કરવા માટે પણ સહમત થઈ ગઈ છે.

જોનસન એન્ડ જોનસનના પાઉડર કે તે સંબંધિત ઉત્પાદનોના ઉપયોગ બાદ મહિલાઓને કેન્સર થયું હતું.પાઉડરનો ઉપયોગ કર્યાં બાદ એક મહિલાનું કેન્સરથી મોત થયું હતું. જે બાદ 22 મહિલાએ કંપની પર કેસ કર્યો હતો પીડિત મહિલાઓના વકીલ માર્ક લેનિયરે કહ્યું કે કોર્ટનો નિર્ણય સંદેશ આપે છે કે તમે ગમે એટલા ધનવાન કે શક્તિશાળી હોવ પરંતુ લોકોને નુકસાન પહોંચાડશો તો દેશની કાનૂન વ્યવસ્થા તમને જરૂર દંડ કરશે.

ભારતમાં પણ બે વર્ષ પહેલા જૉનસન એન્ડ જૉનસન બેબી શેમ્પૂમાં કેન્સર થાય તેવું તત્વ મળી આવ્યું હતું.આ શેમ્પૂના બે બેચની તપાસ રાજસ્થાનમાં કરવામાં આવી હતી.જ્યાં તપાસકર્તાઓને તેમાં કાર્સિનોજેન નામનું તત્વ મળી આવ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch