Sat,20 April 2024,4:54 am
Print
header

બાઇડેનનો મોટો ફેંસલો, કોરોનાને અટકાવવા 19 એપ્રિલથી જ શરૂ કરી દેશે આ કામ

વોશિંગ્ટનઃ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોચ પર છે.ત્યારે યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેને જાહેરાત કરી છે કે, 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેકને નાગરિકોને રસી આપવામાં આવશે. જો કે અગાઉ 1 મેથી અમેરિકામાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની હતી. આ જાહેરાત દરમિયાન તેમણે દેશના વરિષ્ઠ નાગરિકોને પહેલા રસી આપવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું, યુનાઇટેડ સ્ટેટ્સ પહેલો દેશ છે કે જેણે કોરોના રસીના 150 મિલિયન ડોઝ લાગુ કર્યાં અને 62 મિલિયન લોકોને સંપૂર્ણ રસી આપી. બાયડેને કહ્યું કે જ્યારથી તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે, ત્યારથી 65 વર્ષથી વધુ ઉંમરના 75 ટકા લોકો કોરોના રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

તેમણે એમ પણ કહ્યું, ગઈકાલે અમે 150 મિલિયન ડોઝને પાર કરી ગયા છે અને મને આશા છે કે રાષ્ટ્રપતિ તરીકેના 100 દિવસ પૂરા થતાં સુધીમાં અમે 200 મિલિયન ડોઝનું સિમાચિહ્ન પણ પાર કરીશું. અમે દરરોજ સરેરાશ 3 મિલિયન ડોઝ આપી રહ્યાં છીએ.

હાલ અમેરિકામાં દુનિયાની સરેરાશ કરતાં પાંચ ગણી ઝડપે કોરોનાની રસી મુકવામાં આવી રહી છે 40 ટકા અમેરિકનોને રસી મુકી શકાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch