Fri,19 April 2024,5:57 pm
Print
header

ભારતમાં કોણ બની શકે છે અમેરિકાના નવા રાજદૂત ? બાઇડને રસીને લઈ કહી આ વાત

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાથી સંક્રમિત બે દેશોમાં અમેરિકા પ્રથમ અને ભારત બીજા ક્રમે છે.અમેરિકામાં હાલ કોરોના નિયંત્રણમાં છે, જ્યારે ભારતમાં કોરોના બેકાબૂ બન્યો છે. દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેને મોટી વાત કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, બાઈડને કહ્યું કોરોના સંકટ વચ્ચે અમે બ્રાઝીલ અને ભારતની મદદ કરી રહ્યાં છીએ. મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી. તેમને સૌથી વધારે જરૂર કોરોના વેક્સીન બનાવવા માટેના કાચા માલની છે. અમે તે મોકલી રહ્યાં છીએ. અમે ઓકસીજન મોકલી રહ્યાં છીએ. અમે ભારત માટે ઘણું કરીશું..

ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, અમારો લક્ષ્યાંક 4 જુલાઈ સુધીમાં 70 ટકા એડલ્ટને રસીનો એક ડોઝ આપવાનો અને 160 અમેરિકાવાસીઓનું સંપૂર્ણ રસીકરણ કરવાનો છે. સામાન્ય જિંદગી તરફ પરત ફરવાનો આ મોટો લક્ષ્યાંક છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન લોસ એન્જિલિસના મેયર એરિક ગારસેટીને ભારતમાં નવા રાજદૂત બનાવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch