Fri,19 April 2024,5:38 pm
Print
header

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેને કોરોના રસીનો બીજો ડોઝ લીધો

વોશિંગ્ટનઃ ભારતમાં આજે કોરોના રસીનો પ્રથમ જથ્થાને પૂણેની સીરમ ઈંસ્ટિટ્યૂટથી રવાના કરવામાં આવ્યો છે. દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની શરૂઆત થશે. બીજી તરફ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. કહ્યું કે, દરેક અમેરિકનને વહેલી કોરોનાની રસી આપવી અમારી સરકારની પ્રાથમિકતા હશે.

78 વર્ષીય બાઇડેને ડેલવરના નેવાર્ક સ્થિત ક્રિશચિયાના હોસ્પિટલમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. નર્સે ડોઝ આપ્યાં બાદ બાઇડેને તેમનો આભાર માન્યો હતો તેમણે પહેલો ડોઝ પણ આ હોસ્પિટલમાં જ લીધો હતો. જે બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું અમેરિકાના દરેક નાગરિકો સુધી રસી શક્ય તેટલી વહેલી પહોંચાડવાનો અમારો લક્ષ્ય છે. જેને લઈ ટૂંક સમયમાં હું મીટિંગ કરીશ અને ગુરુવાર સુધી નવી રણનીતિની જાહેરાત કરીશ.

બાઇડેને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી. નાગરિકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અપીલ કરી હતી.અમેરિકામાં કોરોનાનો પ્રકોપ સૌથી વધારે છે.આ બીમારીથી અત્યાર સુધીમાં 3,75,000 લોકોનાં મોત થઈ ચુક્યાં છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch