Fri,19 April 2024,9:00 pm
Print
header

અમારી પાસે અફઘાનિસ્તાન છોડવા સિવાય કોઈ રસ્તો ન હતોઃ જો બાઈડેન

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પરત ફર્યાં બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને દેશને સંબોધન કરતા અફઘાનિસ્તાનમાં અમેરિકન મિશનને સફળ ગણાવ્યું છે.તેમણે અમેરિકા પાસે કાબૂલ છોડવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું કહ્યું, લાખો-કરોડો ડોલર ખર્ચ કરવામાં આવ્યાં છે હવે આ  અભિયાન ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યું હોવાની પણ તેમને વાત કરી છે.

બાઈડેને કહ્યું અમે અફઘાનિસ્તાનમાં જે કર્યુ તે ગર્વની વાત છે.અમારી હાજરીમાં અફઘાનિસ્તાનમાં શાંતિ રહી. અમારું મિશન સફળ રહ્યું તેમ મારું માનવું છે. હવે આ યુદ્ધ ખતમ થઈ ગયું છે. હું આ નિર્ણયની જવાબદારી લઉ છું. કેટલાક લોકો કહે છે કે અમારે આ નિર્ણય પહેલા લેવો જોઈતો હતો પરંતુ હું તેની સાથે સહમત નથી. અમે હવે યોગ્ય સમયે જ આ નિર્ણય લીધો છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જે લોકો અમેરિકાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. કે અમારા સહયોગીઓ સામે આતંકવાદમાં સામેલ થશે તેમને ચેનથી નહીં બેસવા દઈએ. સવા લાખથી વધારે લોકોને ત્યાંથી સલામત બહાર કાઢવામાં આવ્યાં છે.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષની લડાઈ ખૂબ મુશ્કેલ હતી. આ મિશન અમેરિકા માટે મોંઘુ સાબિત થઈ રહ્યું હતું. અમે ત્યાં ખૂબ સંઘર્ષ કર્યો. હું અમેરિકાના સન્માનની સર્વોપરિતા રાખું છું. બીજી તરફ તાલિબાનો અમેરિકાની ઘરવાપસીને પોતાની જીત ગણાવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch