Sat,20 April 2024,7:38 am
Print
header

હવે જીયોની પોસ્ટપેઇડ સેગ્મેન્ટમાં ધમાકેદાર પ્લાન સાથે એન્ટ્રી

કોઇ પણ વધારાના ખર્ચ વિના નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડીઝની હોટસ્ટાર મળશે, ભારતમાં પ્રથમવાર ફલાઇટમાં પણ ઇન્ટરનેટ કનેક્ટ કરી શકાશે

અમદાવાદઃ પ્રિપેઇડ મોબાઇલ ફોન માર્કેટમાં લીડરશીપ હાંસલ કર્યા બાદ જીયો (jio)એ હવે પોસ્ટપેઇડ પ્લાન સાથે પોસ્ટપેઇડ (post paid) સેગ્મેન્ટમાં શાનદાર એન્ટ્રી કરી છે. જેમાં ધમાકેદાર પ્લાન રજુ કરીને મોબાઇલ પોસ્ટપેઇડ માર્કેટમાં હલચલ મચાવી છે. તમામ પ્લાનમાં કોઇપણ વધારાના ખર્ચ વિના નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની હોટસ્ટારની એપ્લીકેશન મળી શકશે. ફેમીલી પ્લાન અને ડેટા રોલ ઓવરની ફેસેલીટી પણ આપવાનું નક્કી કર્યુ છે. આ પ્લાન્સમાં સૌથી આકર્ષક વાત એ છે કે દેશમાં સૌ પ્રથમવાર ફ્લાઇટમાં (in flight service) પણ મોબાઇલ ઇન્ટરનેટ યુઝ કરી શકાશે. અમેરિકા અને યુએઇમાં ફ્રી ઇન્ટરનેશનલ કોલીંગની સુવિદ્યા પણ મળી રહેશે.  બીજી ખાસ વાત એ પણ છે કે દુનિયામાં કોઇપણ સ્થળેથી ભારતમાં માત્ર એક રુપિયા પ્રતિ મિનિટ કોલ થઇ શકશે.  આમ, પોસ્ટપેઇડના અત્યાર સુધી આકર્ષક પ્લાન સાથે જીયોએ પોસ્ટપેઇડ સેગ્મેન્ટમાં એન્ટ્રી કરી છે. નંબર પોર્ટેબીલીટી અને કાર્ડની ફ્રી હોમ ડીલેવરી પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જીયોના પ્લાનથી પોસ્ટપેઇડ સેગ્મેન્ટમાં ખુબ મોટી હરિફાઇ જોવા મળશે. 

જીયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ પોસ્ટપેઇડ પ્લાન લોન્ચ કરવાની સાથે જણાવ્યુ કે પ્રિ પેઇડ કેટેગરીમાં  400 મિલિયન ગ્રાહકોનો વિશ્વાસ જીત્યા બાદ હવે પોસ્ટ પેઇડ કેટેગરીમાં ગ્રાહકવર્ગ વધાવાની જીયોની યોજના છે. રુ 399ના પ્લાનમાં 75 જીબી ડેટા સાથે 200 જીબી ડેટા રોલ ઓવર (rollover)ની સુવિદ્યા છે. જ્યારે 599માં 100 જીબી ડેટા સાથે એક વધારાનું  સીમ કાર્ડ ફેમીલી પ્લાન હેઠળ મળશે.  રુપિયા 799ના પ્લાનમાં 150 જીબી ડેટા સાથે 200 જીબી રોલ ઓવર ડેટા અને સાથે બે સીમ કાર્ડ મળશે.  જ્યારે રુપિયા 999ના પ્લાનમાં 200 જીબી ડેટા સાથે 500 જીબી ડેટા રોલ ઓવરની સુવિદ્યા મળશે અને ત્રણ વધારાના સીમકાર્ડ ફેમીલી પ્લાન (Family plan) હેઠળ મળશે અને જ્યારે 1499ના પ્લાનમાં 300 જીબી ડેટા સાથે 500 જીબી ડેટા રોલ ઓવર સાથે અમેરિકા અને યુએઇમાં અનલીમીટેડ કોલ સર્વિસ મળી રહેશે. આમ, જીયો દ્વારા અત્યાર સુધીના સૌથી સસ્તા અને સુવિદ્યાપૂર્ણ  પોસ્ટપેઇડ પ્લાન જાહેર કરાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch