વોડાફોન આઇડિયાએ અંદાજે 1.62 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યાં
અમદાવાદઃ જિયો (jio) 5 વર્ષથી ઓછા સમયગાળામાં ગુજરાત (Gujarat)માં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની બની ગઈ છે ગુજરાતમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) (trai)એ ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબસ્ક્રાઇબરના આંકડા મુજબ, જિયોએ ગુજરાતમાં નવા 3.36 લાખ મોબાઇલ નંબર ઉમેર્યાં હતા અને સર્કલમાં કુલ 2.54 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર (mobile operator) બની ગઈ હતી. જિયોએ સપ્ટેમ્બર 2016માં એની સેવાઓ શરૂ કરી હતી ડિસેમ્બર 2020ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું. ટ્રાઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આશરે 25 વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન આઇડિયાએ ડિસેમ્બર 2020માં આશરે 1.62 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યાં હતા, જેના પગલે આ કંપની 2.50 કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ છે.
લાંબા સમય અગાઉ જિયો રાજ્યમાં આવકની દ્રષ્ટિએ 45 ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી ઓપરેટર કંપની બની હતી.અત્યારે જિયો રાજ્યમાં સૌથી વધુ 37.51 ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી ઓપરેટર બની ગઈ છે. જિયો ઉપરાંત ડિસેમ્બર, 2020માં એકમાત્ર એરટેલે રાજ્યમાં 2.25 લાખ સબસ્ક્રાઇબર ઉમેરીને પોઝિટિવ વૃદ્ધિ કરી હતી. 1.14 કરોડ ગ્રાહકો સાથે એરટેલ 16.88 ટકા ગ્રાહકો ધરાવે છે. સરકારી માલિકીની ટેલીકોમ કંપની બીએસએનએલ એ આ ગાળામાં આશરે 2.20 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં. ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં બીએસએનએલ સર્કલમાં 58.91 લાખ ગ્રાહકો સાથે 8.69 ટકા ગ્રાહકો ધરાવતી હતી.
જિયો અને એરટેલની કામગીરીને પગલે ગુજરાતમાં મોબાઇલ નંબરોમાં 2.09 લાખનો ચોખ્ખો વધારો થયો હતો, જેના પગલે ગુજરાતમાં ડિસેમ્બર, 2020માં મોબાઇલ સબસ્ક્રાઇબર્સનો આંકડો 6.77 કરોડ થયો છે. ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબર માં જિયો અને વોડાફાન આઇડિયા સંયુક્તપણે 74.42 ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ ડિસેમ્બરમાં એરટેલ અને જિયોના નવા ગ્રાહકોમાં વધારો થયો હતો. એમાં જિયોને 4.78 લાખ નવા ગ્રાહકો મળ્યાં હતા
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24