નવી દિલ્હીઃ કેટલાક મહિના પહેલા રિલાયન્સે 43મી એજીએમમાં સસ્તો સ્માર્ટફોન લાવવાની જાહેરાત કરી હતી. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો અને ગૂગલે આના માટે ભાગીદારી કરી છે. બન્ને કંપની મળીને સસ્તો 5G સ્માર્ટફોન લાવશે. હવે આ સ્માર્ટફોનને ઓનલાઇન સ્પૉટ કરવામાં આવ્યો છે.આ ફોનની સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ સામે આવી છે.
મોબાઇલ ઇન્ડિયનનાં રિપોર્ટ અનુસાર, જિયોનો સસ્તો સ્માર્ટફોન Jio Orbic phone (RC545L) નામથી ગૂગલ પ્લે કંસોલ સાઇટ પર લિસ્ટ છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન પ્રોસેસર મળશે અને આ 4G સ્માર્ટફોન હશે. જો કે, આના બધા ફિચર્સ અને કિંમતની જાણકારી બહાર નથી આવી.
રિપોર્ટ અનુસાર, જિયોના આ સસ્તા Jio Orbic ફોન (RC545L)માં સ્નેપડ્રેગન QM215 પ્રોસેસર મળશે. જેને ખાસ એન્ડ્રોઇડ ગૉ માટે તૈયાર કરવામાં આવ્યું છે. ફોનમાં 1GBથી વધુની રેમ, એન્ડ્રોઇડ 10 ઓએસ અને HD રિઝોલ્યુશન ડિસ્પ્લે મળશે. આ ફોનને ગૂગલની સાથે મળીને લોન્ચ કરવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર જિયોના આ 4G સ્માર્ટફોનની કિંમત 4,000 રૂપિયાની નજીક હોઇ શકે છે. ભારતમાં તેને ડિસેમ્બર સુધી લોન્ચ કરવામાં આવી શકે છે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે કંપની આવા 2 કરોડ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.હાલ જિયો ફોન દુનિયાનો સૌથી સસ્તો 4જી ફોન છે. જેની કિંમત 2,999 રૂપિયા છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46