અમદાવાદઃ અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ પક્ષથી નારાજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે નિશાન ટાંક્યું છે. મેવાણીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો ?. બી ટીમ , ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં ? મારું નહીં તો રાહુલજીનું તો માનો ! તેમ કહીને મેવાણીએ કોંગ્રેસના જ નેતાઓ પર પ્રહાર કર્યાં હતા.
ગત 15 મેના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઇ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ ‘બેટા’ના પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી હતી. દલિત સમાજના નિલેશભાઈ રાઠોડે દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને 'બેટા' શબ્દથી સંબોધન કર્યું હતું.આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડ ઉશ્કેરાઇ ગયા હતા. તેમણે નિલેશભાઈની જાતિ વિશે પૂછપરછ કરી અને જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
પરિસ્થિતિ વણસતા ચોથાભાઈએ ફોન કરીને વધુ માણસોને બોલાવ્યાં હતા. 15 જેટલા લોકોએ નિલેશભાઈને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો. નિલેશભાઈને માથાના પાછળના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. જેથી નિલેશભાઈ રાઠોડને અમરેલી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેમણે દમ તોડી દીધો હતો. આ મામલે કોંગ્રેસની ચૂપકીએ જીગ્નેશ મેવાણી ગુસ્સે ભરાયા છે.
આ ઘટનાની જાણ જીગ્નેશ મેવાણીને થતા ભાવનગરની સર ટી હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દલિત સમાજ પરના અત્યાચાર મામલે ચૂપ રહેતા હવે મેવાણીએ તેમનો વિરોધ શરૂ કરી દીધો છે.
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
ભારત- અમેરિકા ટ્રેડ ડીલ પર મોદી સરકારે સંસદમાં શું આપ્યું મોટું નિવેદન ? Gujarat Post | 2026-02-03 18:26:28
રાહુલ ગાંધીએ ચીન મામલે નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા | 2026-02-02 14:12:14
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટિન સાથે જોડ્યું, વિદેશ મંત્રાલયે આરોપ ફગાવી દીધા | 2026-01-31 21:50:38
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
રૂ. 7.97 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ અને બહેનની ધરપકડ, માફિયાઓનું નેટવર્ક અમદાવાદથી બેંગકોક સુધી | 2026-02-13 14:39:59
રાજુ કરપડાએ ગોપાલ પર લગાવ્યા ગંભીર આરોપ, ઈટાલિયાએ આપ્યો વળતો જવાબ - Gujarat Post | 2026-02-12 16:54:50
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટનો ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ - Gujarat Post | 2026-02-11 18:42:15
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ..30 કરોડનું હેરોઈન ઝડપાયું, સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું | 2026-02-10 18:53:36