Fri,19 April 2024,6:16 am
Print
header

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે જીગ્નેશ મેવાણીનું નામ મોખરે, રેસમાં આ નેતાનું નામ પણ ચર્ચામાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156, કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે. ભાજપે સરકાર રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ વિરોધ પક્ષના નેતાના નામને લઇને ચર્ચાઓ થઇ રહી છે, જો કે કોંગ્રેસની હાલત એવી થઇ છે કે વિપક્ષમાં બેસવા જેટલી સભ્યસંખ્યાં તેમની પાસે નથી, તેમ છંતા વિપક્ષના નેતા બનાવવામાં આવશે, વેતન અને ભથ્થા કાયદો, 1979 એવું કહે છે, સત્તા પક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા મળે જ છે.

ચૂંટણી પરિણામ પછી હવે વિપક્ષના નેતા તરીકે કોને બેસાડવા તે માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. જેમાં વડગામથી ચૂંટણી જીતનારા જીગ્નેશ મેવાણીનું નામ સૌથી ઉપર છે. આ ઉપરાંત ડો. તુષાર ચૌધરીનું નામ પણ રેસમાં છે. વિરોધ પક્ષના નેતાનો કેબિનેટ કક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો હોય છે. 

1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર 1137 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.કોંગ્રેસે 149 બેઠકો જીતીને સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠકો મળી હતી.ત્યારે આટલી બેઠકો હોવા છંતા જનતા દળને વિરોધ પક્ષમાં બેસવાની માન્યતા મળી હતી.   

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch