Fri,19 April 2024,2:26 pm
Print
header

આરામ કરી રહેલા ધારાસભ્યો જીગ્નેશ મેવાણી પાસેથી શીખો, ઓક્સિજન પ્લાન્ટ માટે રસ્તા પર ઉતરીને માંગ્યો ફાળો

પાલનપુર: ગુજરાતમાં કોરોના વાયરસથી બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં દવાઓ ઓક્સિજનની અછત સર્જાઈ છે.  રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટ રિલીઝ ન કરતા પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે વડગામના ધારાસભ્ય અને તેમના સમર્થકોએ બુધવારે લોકો પાસેથી આર્થિક સહાય મેળવવા શરૂઆત કરી છે. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પોતાના મતવિસ્તારમાં રસ્તા પર ઉતરી લોકો પાસેથી ડોનેશન માંગી રહ્યાં છે.

બનાસકાંઠામાં કોરોનાની મહામારીમાં લોકોને ઓક્સિજન માટે રજળપાટ કરવો પડી રહ્યો છે.ઓક્સિજનના અભાવે ઘણા લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેથી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાના મત વિસ્તારમાં ઓક્સિજનનો પ્લાન્ટ નાખવા માટે લોકો પાસેથી ફાળો એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે તે ફાળામાંથી વડગામ તાલુકામાં ઓક્સિજનનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.જેથી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ તેમના સમર્થકો સાથે પાલનપુર ખાતેથી એક ડબ્બામાં ફાળો એકત્ર કરવાની શુભ શરૂઆત કરી છે.

આ અંગે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ કે સમગ્ર બનાસકાંઠામાં ઓક્સિજન, બેડ, વેન્ટિલેટરની ગંભીર સમસ્યા છે. જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન કોન્શનટ્રેટરનો અભાવ છે. સુવિધાઓના અભાવે અનેક દર્દીઓના મોત થાય છે. સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટ પણ બંધ કરી છે. ત્યારે વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા અને લોકોના જીવ બચાવવા વડગામ તાલુકાના ગામે ગામથી દાન એકત્ર કરવા અભિયાન હાથ ધર્યુ છે. આ જોઇને ખાસ કરીને ઘરોમાં બેસી રહેલા ભાજપના ધારાસભ્યોએ મેવાણી પાસેથી કંઇ શિખવું જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch