ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા ગૃહમાં ભાજપના પૂર્વ નેતા હરેન પંડ્યાનું નામ આવતા ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાયા હતા. ઉદય કાનગડે ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કહ્યું કે કોંગ્રેસના શાસનમાં મંત્રીની હત્યા થઈ હતી. ત્યારે જ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કમેન્ટ કરતા કહ્યું હરેન પંડ્યાની હત્યા ભાજપના રાજમાં થઈ હતી. ભાજપના ધારાસભ્યો જીગ્નેશ મેવાણી ટિપ્પણીથી ઉશ્કેરાયા હતા. જો કે અધ્યક્ષે દરમિયાનગીરી કરતા હોબાળો શાંત થયો હતો.
ગૃહ વિભાગની માગણી પરની ચર્ચા દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને ટકોર કરતાં કહ્યું, પોલીસનું મોરલ તૂટે તેવા નિવેદનો ના કરવા જોઈએ. સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો ચર્ચા કરે તે જરૂરી છે. સરકારની નીતિ અને કામગીરી ઉપર ટીકા ટિપ્પણી કરી શકાય. પોલીસની કામગીરી પર ચર્ચા કરાય પણ તેમનું મોરલ તૂટે તેવી ચર્ચા ન કરવી જોઈએ.
આ પહેલા ધારાસભ્ય શૈલેશ પરમારે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ગુજરાતનો કિરણ પટેલ પીએમાઓનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પડે, કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે. ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર. શૈલેશ પરમારના આ નિવેદનના પગલે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18