Wed,24 April 2024,1:26 am
Print
header

શું જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થશે ? અલ્પેશ ઠાકોરની પણ થઈ શકે છે ઘર વાપસી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીના આગમન અને સુરત કોર્પોરેશનમાં AAPને મળેલી સફળતા બાદ સત્તાધારી પક્ષ ભાજપમાં ચિંતા ફેલાઈ ગઈ છે. જેને કારણે સીએમ ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં સુરતને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પણ રાજ્યમાં ફરીથી સત્તા હાંસલ કરવા કમર કસી છે.

વડગામના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી થોડા જ દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસમાં સામેલ થશે તેવી માહિતી સામે આવી છે. મેવાણી કોંગ્રેસમાં સામેલ થાય તો કોંગ્રેસની સ્થિતિ મજબૂત થઇ શકે છે.કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પરંતુ સતત અવગણના થઈ રહી છે તેવા નેતા અલ્પેશ ઠાકોર ગમે ત્યારે કોંગ્રેસમાં સામેલ થાય તેવી અટકળો તેજ છે. જો આ બંને નેતા ફરી કોંગ્રેસમાં સામેલ થાય તો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટી ફરીથી રાજ્ય સરકારના નાકમાં દમ લાવી શકે છે, તેનો સીધો જ ફાયદો કોંગ્રેસને થઇ શકે છે. જો કે મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી મામલે અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ કરશે, ગમે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ કે મેવાણી જાહેરાત કરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch