Tue,17 June 2025,9:11 am
Print
header

પાટીદાર નેતા જીગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપથી હોબાળો, નરેશ પટેલ સામે મોટું ષડયંત્ર

  • Published By
  • 2025-06-01 09:26:39
  • /

અગાઉ પણ બન્ની ગજેરા લોકોને બ્લેક મેલ કરી ચૂક્યો છે

ઓડિયો ક્લીપને લઈને પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ નિવેદન આપ્યું

રાજકોટઃ પાટીદાર સમાજના મોભી નરેશ પટેલને બદનામ કરવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે.પાટીદાર નેતા જીગીશા પટેલ અને બન્ની પટેલની કથિત ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેમાં નરેશ પટેલને ધમકી આપવાની અને તેમની ઓફિસે એક સીડી મોકલવાની વાત કરવામાં આવી છે. ત્યારે પાટીદાર મહિલા નેતાની ઓડિયો ક્લિપથી પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. 

બન્ની ગજેરા અને જીગીશા પટેલની વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બંને પાટીદાર આગેવાન નરેશ પટેલ વિશે વાત કરતા હોય તેવું ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે. નરેશ પટેલને બ્લેકમેલ કરી અને રૂપિયા કઈ રીતે પડાવવા તેની ઓડિયોમાં ચર્ચા થઈ રહી છે. બન્ની ગજેરાને કઈ રીતના લોકોને બ્લેકમેલ કરવા તે અંગે જીગીશા પટેલ સમજાવી રહી છે.

આ ઓડિયોમાં જીગીશા પટેલ કહી રહી છે કે, તું કોઈનો હાથો બનતો નહીં. તેની ઓફિસે સીડી મોકલી દે. સીડી કોરી મોકલજે અને તેના પર લખીને મોકલજે કે, આ વખતે કોરી છે. હવે પછી વીડિયો મોકલીશ. સાથે મેસેજ હાથથી લખીને નહીં, પરંતું કોમ્પ્યૂટર પર ટાઈપ કરીને મોકલવાની વાત કરે છે.

જીગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લીપને લઈને પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ નિવેદન આપ્યું છે. કહ્યું કે નરેશ પટેલના ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે. તેમને બદનામ કરવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેઓ ખોડલધામના પ્રણેતા છે અને પાટીદાર સમાજના અગ્રણી છે. જો કે આ મામલે હજુ પણ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch