સાઉદી અરેબિયાઃ ગિરિડીહ જિલ્લાના ડુમરી તાલુકાના મધગોપાલી પંચાયતના વિજય કુમાર મહંતોનું સાઉદી અરેબિયામાં મોત થયું છે. આ મામલાને ગંભીરતાથી લેતા ધારાસભ્ય જયરામ કુમાર મહંતોએ ભારતીય દૂતાવાસ, ઝારખંડના રાજ્યપાલ અને ગિરિડીહના ડીસીને પત્ર લખીને સમગ્ર ઘટનાની તપાસની માંગ કરી છે. મૃતક વિજય કુમાર મહંતો હ્યુન્ડાઇ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતા હતા.
કંપનીના વરિષ્ઠ અધિકારીની સૂચના પર વિજય કાર્યસ્થળે કેટલીક સામગ્રી લેવા ગયો હતો, ત્યારે સ્થાનિક પોલીસે દાણચોરોને પકડવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો અને અહીંથી પસાર થઈ રહેલા વિજય કુમારનેે ગોળી વાગી હતી. તેમને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 24 ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ.
મૃતકે પોતાની પત્નીને લખેલી છેલ્લી વોઇસ નોટમાં કહ્યું હતું કે પોલીસ કોઈ બીજા પર ગોળીબાર કરી રહી હતી, પરંતુ ગોળી ભૂલથી તેને વાગી ગઈ.આ દુ:ખદ ઘટના બાદ ડુમરી વિધાનસભાના ધારાસભ્ય જયરામ કુમાર મહતોએ સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને પત્ર લખીને તપાસની માંગ કરી છે. તેમના મૃતદેહને શક્ય એટલી વહેલી તકે ભારત લાવવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
મૃતકના ગામમાં શોકનો માહોલ છે, પરિવાર મૃતદેહ પરત આવવાની રાહ જોઈ રહ્યો છે. ધારાસભ્ય કંપનીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
વિજય કુમારના મોતથી તેમના પરિવારને શોકની માતમ છવાઇ ગયો છે. વિજયને બે પુત્રો છે. મોટો પુત્ર લગભગ 5 વર્ષનો છે, જ્યારે નાનો પુત્ર 3 વર્ષનો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31