Sun,08 September 2024,1:05 pm
Print
header

Crime News: રાંચીમાં સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસનો શરૂ કર્યો ધમધમાટ- Gujarat Post

Ranchi Crime News: ઝારખંડની રાજધાની રાંચીમાં સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતક જવાનની સ્પેશિયલ બ્રાન્ચમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ હતી. જેમનું નામ અનુપમ કછપ છે અને તેમનો મૃતદેહ રિંગ રોડ પરથી મળી આવ્યો છે. માહિતી મળ્યાં બાદ  પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં છે. સબ ઈન્સ્પેક્ટર અનુપમ કછપ વર્ષ 2018 બેચના ઈન્સ્પેક્ટર હતા. મૃતદેહ કાંકે રિંગ રોડ પરથી મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓ RIMS પહોંચી ગયા હતો.

હાલ રાંચી પોલીસની ટીમ આ સમગ્ર ઘટનાની તપાસમાં છે. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જો કે હાલમાં કોઈ અધિકારી આ ઘટના અંગે કંઈપણ કહેવાનું ટાળી રહ્યાં છે. આ ઘટના બાદ ભાજપના ઝારખંડ પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ગયા અને મૃતક સબ ઈન્સ્પેક્ટર અનુપમના પરિવારને મળ્યાં અને તેમને સાંત્વના આપી હતી.

2014માં BIT સિન્દ્રીમાંથી B.Tech કરનાર અનુપમ રાંચીના ખુંટી જિલ્લાના રહેવાસી હતા. અનુપમ ઝારખંડ પોલીસ હેડક્વાર્ટર સ્થિત સ્પેશિયલ બ્રાન્ચમાં તૈનાત હતા. પોલીસ ટીમની સાથે સ્પેશિયલ બ્રાન્ચ પણ આ કેસની તપાસ કરી રહી છે. અનુપમ BIT સિંદરીમાંથી B.Tech પૂર્ણ કર્યા બાદ 2018માં પોલીસ સેવામાં જોડાયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch