Mon,09 December 2024,12:30 pm
Print
header

ફરી હેમંત સોરેન સરકાર, ઝારખંડમાં INDIA ગઠબંધનનો ચાલ્યો જાદુ - Gujarat Post

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ રહ્યા છે.મુખ્યપ્રધાન હેમંત સોરેનની આગેવાની હેઠળની ગઠબંધન સરકારની વિદાય બાદ નવી સરકાર બનશે કે તેઓ પરત ફરશે ? આ સવાલનો જવાબ આજે મતગણતરીમાં આવી ગયો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 81 સભ્યોની વિધાનસભામાં બહુમતી મેળવવાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલમાં ફરીથી અહીં હેમંત સોરેન સરકાર બનાવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.

ઝારખંડમાં INDIA ગઠબંધન બહુમતને પાર કરી ગયો છે. ગઠબંધન 51 સીટો પર આગળ છે. ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, JMM 28,BJP 28, કોંગ્રેસ 13, RJD 5, AJSUP 2 સીટ પર આગળ છે. હેમંત સોરેન સત્તામાં વાપસી કરવા જઈ રહ્યા છે. પરંતુ તેમની પત્ની કલ્પના સોરેન ગાંડેયા વિધાનસભા બેઠક પરથી લગભગ 4500 મતોથી પાછળ છે. NDA ગઠબંધન 28 સીટો પર આગળ છે. અન્ય બે બેઠકો પર આગળ છે.

સત્તાવાર ચૂંટણી પંચના વલણો અનુસાર, જેએમએમની આગેવાની હેઠળના મહાગઠબંધને રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે, જે હાલમાં 81માંથી 51 બેઠકો પર આગળ છે.રાજ્યના કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર, રાજ્યના પક્ષના નિરીક્ષકો તારિક અનવર, મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને કૃષ્ણા અલ્લાવુરુ અને ભૂતપૂર્વ રાજ્ય કોંગ્રેસના વડા રાજેશ ઠાકુરે રાંચીમાં બેઠક યોજી હતી

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch