રવિવારનો શૉ હોટસ્ટાર પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો
ટીવી પર બુમરાહને લાઇવ જોયા પછી ક્રિકેટ ચાહકો સ્તબ્ધ થઈ ગયા
અમદાવાદઃ શહેરમાં 25 અને 26 જાન્યુઆરી યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સુપર હીટ રહ્યો હતો. બે દિવસ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. 26 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શૉમાં હાજરી આપી હતી. પીઠની ઇજાને કારણે હાલમાં ભારતીય ટીમની બહાર રહેલા બુમરાહ કોન્સર્ટમાં મસ્તી કરતો જોવો મળ્યો હતો. કોલ્ડપ્લેમાં બુમરાહે સરપ્રાઇઝ આપી હતી. તે કોલ્ડપ્લેના કોન્સર્ટમાં અચાનક આવી પહોંચ્યો હતો. દરમિયાન કોલ્ડપ્લેના કોન્સર્ટમાં હાજર બુમરાહ માટે ક્રિસ માર્ટિને ખાસ પંક્તિ ગાઈ હતી.
બ્રિટિશ બેન્ડે ભારતીય ફાસ્ટ બોલરને સમર્પિત બે પંક્તિઓ ગાઈ હતી. ક્રિસ માર્ટિને કહ્યું કે, હેલો જસપ્રીત માય બ્યુટિફૂલ બ્રધર ! બેસ્ટ બોલર ઈન ક્રિકેટ વર્લ્ડ' બેન્ડે મજાકમાં કહ્યું કે, 'તમે જ્યારે એક બાદ એક ઈંગ્લેન્ડની વિકેટ લો છો ત્યારે ગમતું નથી.
કોલ્ડપ્લેએ અમદાવાદમાં તેના હોમ ગ્રાઉન્ડ પર બુમરાહના સન્માનમાં સ્ટેજ પર તેની સહી કરેલી ટેસ્ટ જર્સી પણ બતાવી હતી. ભારતમાં કોલ્ડપ્લેએ તેમના કોન્સર્ટમાં બુમરાહનો ઉલ્લેખ કર્યો હોય તેવું આ પહેલી વાર ન હતું. અગાઉ, મુંબઈ શો દરમિયાન, બેન્ડે 2024ની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપમાં બુમરાહનો દોડતો વીડિયો દેખાડ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
EDની મોટી કાર્યવાહી, અમેરિકામાં વોન્ટેડ આરોપી પાસેથી 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત | 2025-02-16 09:37:51
43 ATM કાર્ડ, 21 ચેકબુક, 15 મોબાઇલ ફોન અને PAN... ઠગોએ 10 દિવસમાં રૂ. 4 કરોડ ઉપાડી લીધા | 2025-02-15 15:05:50
અમદાવાદમાં ઉછીના પૈસા ન આપવા બાબતે મિત્રએ જ મિત્રની પથ્થર મારીને કરી ઘાતકી હત્યા | 2025-02-14 09:00:44