Thu,25 April 2024,10:59 am
Print
header

જાપાન-ચીન ટેન્શન, અમેરિકા જાપાનને દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્ટીલ્થ ફાઈટર જેટ F-35 આપશે

ટોકિયોઃ જાપાન અને ચીન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. જેના પગલે જાપાન દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્ટીલ્થ ફાઈટર જેટ્સ બનાવવા જઈ રહ્યું છે. આ સ્ટીલ્થ ફાઈટર જેટ્સ બે એન્જિન વાળું હશે અને આગામી થોડા વર્ષોમાં તૈયાર થઈ જશે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ પ્રોજેક્ટની જાણકારી સંસદને આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ચીનની તરફથી સેનકાકૂ આઈલેન્ડ અને અન્ય વિવાદમાં જાપાન સામે સૈન્ય અથડામણની આશંકા છે. જો કે, તે પોતાની તરફથી તૈયારી રાખવા જઈ રહ્યું છે.

આ સાથે જ અમેરિકા અને જાપાન વચ્ચે F-35 ફાઈટર જેટ્સની ડીલ પણ થઈ ગઈ છે. અમેરિકાના આ ફાઈટર જેટ્સને તેમની કેટેગરીમાં ખતરનાક માનવામાં આવે છે. જાપાન પાસે હાલ અમેરિકામાં બનાવાયેલા 100 F-2 ફાઈટર જેટ્સ છે. તે હવે પોતાની એરફોર્સને નવી રીતે તૈયાર કરી રહ્યું છે. તેનું પુરુ ધ્યાન ચીન સામે પહોંચી વળવા પર છે. જાપાન પાસે ટેક્નોલોજી પણ છે અને અન્ય સ્ત્રોત પણ છે. હાલ જાપાને ફાઈટર પ્રોજેક્ટનું કામ ઝડપથી શરૂ કરી દીધું છે. CNNના એક રિપોર્ટ પ્રમાણે, 2031 સુધી જાપાન સ્ટીલ્થ ફાઈટર જેટ્સનો એક કાફલો તૈયાર કરી લેશે અને સહયોગી દેશોને વેચી પણ શકશે.

જાપાને અમેરિકી F-35 ફાઈટર જેટ્સને ખદીવાની પ્રોસેસ પુરી કરી લીધી છે. જાપાન સરકારે 100 F-35 ખરીદવાની ડીલ કરી લીધી છે. આવતા મહિને પહેલુ ફાઈટર જેટ મળી શકે છે. આ વર્ટિકલ લેન્ડિગ કરનારું દુનિયાનું પહેલું એરક્રાફ્ટ છે. જાપાનની નેવી માટે આ ઘણું મહત્વનું છે.

નોંધનિય છે કે ચીન છેલ્લા કેટલાક સમયથી ભારત, બ્રિટન અને અમેરિકાને પણ ધમકીઓ આપી રહ્યું છે, જેની સામે અમેરિકા, ભારત અને બ્રિટને એક થઇને ચીનને સબક શિખવાડવાની તૈયારી બતાવી છે. અને હવે જાપાન પણ ચીનની સામે થઇ રહ્યું છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch