Tue,23 April 2024,5:27 pm
Print
header

જામનગરમાં ભારે વરસાદથી સર્જાઇ તારાજી, મોટા ભાગના ગામડાઓ જળબંબાકાર, હેલિકૉપ્ટરથી રેસ્ક્યું કરાયું

જામનગરઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ભયંકર સ્થિતી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 20 થી 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગર જિલ્લામાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. બાંગા ગામમાં તો ભારે વરસાદને કારણે હેલિકોપ્ટરથી લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. જામજોધપુર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. જેની જનજીવન પર અસર પડી છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે.

અલિયાબાડા ગામમાં એક જ રાતમાં 8 થી 10 ઈંચ વરસાદ પડતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વરસાદને કારણે રાત્રે જ અનેક ગ્રામજનોએ સ્થળાંતર કર્યુ છે. ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાતા ગ્રામજનોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે.જેમાં બપોર સુધીમાં 10.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch